Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadપ્રેમીને પામવા નિકળેલી અમદાવાદની યુવતીને જ્યોતિષે કેવી છેતરી જૂઓ

પ્રેમીને પામવા નિકળેલી અમદાવાદની યુવતીને જ્યોતિષે કેવી છેતરી જૂઓ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદ (Ahmedabad) માં સામે આવ્યો છે. જ્યાં પ્રેમીને પામવા માટે એક યુવતી તાંત્રિક પાસે પહોંચી હતી. જોકે તાંત્રિક સોના પર વિધી કરવાના બહાને દાગીના લઈને ફરાર થઈ જતા મામલો સાબરમતી પોલીસ સ્ટેશન (Sabarmati Police Station) સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે 21મી સદીમાં શિક્ષિત લોકો પણ અંધશ્રધ્ધાને કારણે તાંત્રિક અને સાધુ-બાવાની જાળમાં ફસાઈ જતા હોય છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી રોશની MBAના પ્રથમ વર્ષમાં અભ્યાસ અને એક દવાની કંપનીમાં ઘરે બેઠા સેલ્સનું કામ કરે છે. યુવતીને તેના કંપનીના એક યુવક સાથે પરિચય થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ થયા હતા. ત્યારબાદ યુવક-યુવતી અવાર-નવાર એકબીજાને મળતા હતા. પરંતુ અજાણ્યા કારણોસર બંનેના સબંધો પર પૂર્ણ વિરામ લાગ્યો હતો. પ્રચલિત શબ્દોમાં કહીએ તો પ્રેમીઓનું બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ રોશની યુવકને ખુબ પ્રેમ કરતી હોવાથી તેને પામવા માગતી હતી.

- Advertisement -
આ પણ વાંચો: અમદાવાદ-વડોદરાની સવારી થશે મોંધી, એક્સપ્રેસ વેના ટોલ ફીમાં વધારો

આ દરમિયાન રોશની અણબનાવ દૂર થઈ જાય તે માટે ઈન્ટાગ્રામ પર સર્ચ કરી હતી તે વખતે એકાદ મહિના પહેલા એક જ્યોતિષ રાણાભાઈ સાથે પરિચય થયો હતો. જ્યોતિષે પોતાનો નંબર આપીને પોતે શાસ્ત્રીનગરમાં રહેતો હોવાનું કહી વાતચીત શરૂ કરી હતી. જોકે રોશનીએ પ્રેમી સાથે થયેલા અણબનાવ અને તેની સાથે સંબંધ રાખવા જણાવતા જ્યોતિષે બધું સારૂ કરવા વિધી કરવાનું કહ્યું હતું.

રોશનીની સમસ્યાનો ફાયદો ઉઠાવી જ્યાતિષે વિધી કરવાનું કહેતા જ પ્રેમીને પામવા માટે રોશની જ્યોતિષની વાતોમાં આવી ગઈ હતી અને વિધી કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. ત્યારબાદ જ્યોતિષે યુવતિને મળવા માટે બોલાવતા સાબરમતી રેલવે સ્ટેશન પાસે રોશની એકલી મળવા માટે પહોંચી હતી. જ્યોતિષે વિધી અંગે વાતચીત કરીને રોશની પાસેથી સોનાનું બ્રેસલેટ, લકી અને સોનાની ચેઈન લઈને એક કલાકમાં વિધિ પૂર્ણ કરી દાગીના પરત આપી જવાનું જણાવ્યું હતું.

જોકે કલાક બાદ દાગીના પરત ન મળતા રોશનીએ જ્યોતિષને ફોન કર્યો હતો. જોકે જ્યોતિષએ વિધિ ચાલુ હોવાનું કહીને અલગ-અલગ બહાના બતાવતી દાગીના પરત કરતો ન હતો. આખરે રોશનીને ઠગાઈ થઈ હોવાની સમજાતા આ સમગ્ર બાબત અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચી હતી. પોલીસે યુવતીની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular