નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગઈકાલે ‘મોદી હટાવો દેશ બચાવો’ (Modi Hatao Desh Bachao) ના પોસ્ટર લાગ્યા હતા. જોકે આવું પ્રથમ વખત નથી થયું. થોડા સમય પહેલા દિલ્હીમાં પણ આજ પ્રકારના પોસ્ટર ઠેર-ઠેર લાગ્યા હતા. દિલ્હીમાં પોસ્ટર લાગ્યા બાદ 100 ફરિયાદ નોંધીને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના કેટલાક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે અમદાવાદ (Ahmedabad) માં પોસ્ટર લાગ્યા બાદ શહેર પોલીસ પણ એક્શનમાં આવીને 8 ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે રાજકોટ (Rajkot) માં પણ કેટલાક આ પ્રકારના બેનર લાગ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
જનતા તાનાશાહી સામે ઝૂકશે નહીં
પ્રાપ્ત વિગત અનુસાર, ગઈકાલે અમદાવાદના મણીનગર, ઈસનપુર સહિતના કેટલાક વિસ્તારમાં ‘મોદી હટાવો દેશ બચાવો’ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જોકે સમગ્ર મામલે આમ આદમી પાર્ટી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટ સાથેની કેટલીક તસવીર પણ મુકવામાં આવી હતી. ઉપરાંત લખાણ પણ લખ્યું હતું કે, અમદાવાદમાં ઠેર ઠેર “મોદી હટાવો, દેશ બચાવો”ના બેનર લાગ્યા. આ જ લખાણ સામે ભ્રષ્ટ ભાજપના ઈશારે દિલ્હીમાં ૧૦૦ થી વધુ FIR નોંધવામાં આવેલી, અમદાવાદમાં લાગેલા બેનર્સે સાબિત કર્યું કે જનતા તાનાશાહી સામે ઝૂકશે નહીં.
પોલીસ લોકતંત્ર ખતમ કરવા માંગે છે
અમદાવાદમાં લાગેલા બનાવ અંગે ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આજે દેશભરમાં ‘મોદી હટાવો દેશ બચાવો’ના અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા દેશભરમાં 22થી વધુ રાજ્યોમાં પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવ્યું છે. દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ લાગેલા પોસ્ટરો પર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવાનો આદેશ ન હતો આપ્યો. જ્યારે મોદી હટાવોના પોસ્ટર લગાવતા કાર્યકર્તાઓની અટકાયત કરી ગુજરાતની પોલીસ લોકતંત્ર ખતમ કરવા માંગે છે?
અમદાવાદમાં મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટર લાગ્યા બાદ શહેર પોલીસ એક્શનમાં આવી હતી. શહેર પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, વિભિન્ન સાર્વજનીક સ્થળો તેમજ સરકારી મિલ્કતો પર બિન અધિકૃત રીતે વડાપ્રધાન સંદર્ભે મોદી ‘હટાઓ દેશ બચાઓ’ જેવા વાંધાજનક સુત્રો પોસ્ટર સ્વરૂપે લગાડીને સરકારી મિલ્કતોને નુકસાન પહોચાડવાનું અપરાધિક કૃત્ય કરવામાં આવ્યું હતું. બિનઅધિકૃત રીતે વાધાજનક પોસ્ટર લગાડનારા વ્યક્તિઓની ઓળખ કરીને તેમના વિરૂદ્ધ ઈસનપુર, મણીનગર, વટવા, નારોલ, વાડજ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કુલ 8 ગુના નોંધવામાં આવ્યા છે અને 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ધરપકડ કરેલા વ્યક્તિના નામ
1 નટરવરભાઈ ઠાકોર
2 જતીનભાઈ પટેલ
3 કુલદીપ ભટ્ટ
4 બિપીન શર્મા
5 અજય ચૌહાણ
6 અરવીંદ ચૌહાણ
7 જીવણભાઈ મહેશ્વરી
8 પરેશ તુલસીયાની
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








