Wednesday, July 8, 2026
HomeNationalદિલ્હી સરકારની સત્તા ફરી છીનવાઇ, કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટનો નિર્ણય...

દિલ્હી સરકારની સત્તા ફરી છીનવાઇ, કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટનો નિર્ણય પલટી નાખ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હીમાં કેજરીવાલ (Arvind Kejriwal) સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં અરજી કરીને અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટીંગની સત્તા મેળવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો સરકાર પાસે અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટીંગની જ સત્તા ન હોય તો તે યોગ્ય નથી, આ બાદ સુપ્રીમ કોર્ટે આ સત્તા ઉપરાજ્યપાલ પાસેથી આ લઈને દિલ્હીની સરકારને આપી દીધી હતી, હવે ફરીથી કેન્દ્ર સરકારે આ સત્તા દિલ્હી સરકાર પાસેથી લઈને ઉપરાજ્યપાલને આપી દીધી છે. આજે કેન્દ્ર સરકારે એક વટહુકમ જાહેર કર્યો છે જેમાં અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટીંગની સત્તા ફરીથી ઉપરાજ્યપાલને આપી દેવામાં આવી છે.

11મેના રોજ સુપ્રિમ કોર્ટે મહત્વપૂર્ણ સુનાવણી કરતા દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ મામલાની સત્તા અને નિયંત્રણ રાજ્ય સરકારનું રહેશે તે અંગેનો મહત્વપૂર્ણ ચૂકદો આપ્યો હતો. જો કે આજે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટના નિર્ણય પલટાવી વટહુકમ લાવી દીધો છે. જેથી અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગની સત્તા હવે ઉપરાજ્યપાલને સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકાર 6 મહિનાની અંદર ગૃહમાં બિલ રજૂ કરી કાયદો બનાવશે.

- Advertisement -

બીજી તરફ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકારના આ વટહુકમને સુપ્રિમ કોર્ટના નિર્ણયનું અપમાન ગણાવ્યું છે અને આક્ષેપ કરતા કહ્યું હતું કે, “દિલ્હી સરકારની સત્તા ઓછી કરવા માટે આ વટહુકમ કરવામાં આવ્યો છે.” વટહુકમમાં દિલ્હી અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ મામલે નેશનલ કેપિટલ સિવિલ ઓથોરિટીની રચના કરવામાં આવી છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી સાથે દિલ્હી ગૃહસચિવ અને દિલ્હી મુખ્ય સચિવ ત્રણેય બહુમતીથી નિર્ણય કરશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સ્વતંત્ર નિર્ણય લઈ શકશે નહી. જોકે નિર્ણય લેવામાં કોઈ વિવાદ સર્જાય તો અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલનો રહેશે.

આ અંગે આમ આદમી પાર્ટીના સાંસદ સંજ્ય સિંહે કહ્યું હતું કે, “PM મોદીએ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે, તેઓ તાનાશાહ છે. કેન્દ્રની ભાજપ સરકાર લોકશાહી, બંધારણ અને સુપ્રિમ કોર્ટને માણતી નથી. કેન્દ્ર સરકારે વટહુકમ લાવી સુપ્રિમ કોર્ટના નિર્ણયને પલટી નાંખ્યો છે. વટહુકમ સુપ્રિમ કોર્ટના આદેશના વિરુદ્ધ છે.”

બીજી તરફ દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી કહ્યું હતું કે, “અરવિંદ કેજરીવાલને સત્તાના અધિકાર મળતા કેન્દ્ર સરકાર ડરીને વટહુકમ લાવી છે. નવાઈની વાત છે દિલ્હીની જનતાએ 90 ટકા સીટો આમ આદમી પાર્ટીને આપી છે. છતાં પણ દિલ્હી સરકાર અરવિંદ કેજરીવાલ નથી ચલાવી શકતા.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular