નવજીવન ન્યૂઝ.આણંદઃ આણંદના ધવારણ નજીકના દરિયા કિનારે એક ઘટના બની હતી જેમાં સૂકા ત પર કાર લઈને ફરવા ગયેલા પ્રવાસીઓ ભરતી આવતા ફસાઈ ગયા હતા. સ્થાનીકોએ પ્રવાસીઓનો જે તે સમયે બચાવ કર્યો હતો પરંતુ કાર દરિયામાં તણાઈ ગઈ હતી. જોકે આ કાર પાછી કિનારે તણાઈ આવી હતી. સ્થાનિકોએ ભારે મહેનત પછી તેને બહાર કાઢવામાં આવી હતી.
આ ઘટનાની માહિતી એવી સામે આવી છે કે પેટલાદનો એક પરિવાર આણંદના ધુવારણના દરિયા કિનારે ફરવા માટે આવ્યો હતો. દરમિયાન તેઓ કાર લઈને દરિયાના સૂકા પટ પર ગયા હતા, જોકે તે સમયે ખંભાતના દરિયા અને મહિસાગર નદીના સંગમ સ્થાનની આ જગ્યા પર ભરતીના પાણીમાં તેઓ ફસાઈ ગયા હતા. અચાનક આવેલી ભરતીને કારણે તેઓ ત્યાંથી નીકળી શક્યા ન્હોતા. આખો પરિવાર ફસાઈ ગયો હતો જેની જાણ સ્થાનીક તરવૈયાઓને કરવામાં આવતા તેમણે લોકોને બચાવ્યા હતા.
જે તે સમયે લોકોને તો બચાવી લેવાયા હતા પરંતુ કાર દરિયામાં જ હતી. જોકે થોડા સમય પછી પાણીનો પ્રવાહ ઓછો થયો ત્યારે સ્થાનિક લોકોએ ભારે જહેમત પછી કાર બહાર કાઢી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











