Friday, July 31, 2026
HomeGeneralઅમદાવાદઃ PCBએ સાબરમતીના પટમાં ધમધમતી દારુની ભઠ્ઠી ઝડપી

અમદાવાદઃ PCBએ સાબરમતીના પટમાં ધમધમતી દારુની ભઠ્ઠી ઝડપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં દારૂના અડ્ડા પર પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં સ્ટેટ મોનિટરીંગ સેલ અને પીસીબી દ્વારા સતત રેડ કરીને બુટલેગર સામે કાર્યવાહી કરી રહ્યા છે. ત્યારે પીસીબી દ્વારા આજે વધુ એક રેડમાં આવી છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં પીસીબીએ રેડ કરીને દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.



અમદાવાદ એરપોર્ટ નજીકના વિસ્તાર કોતરપુરના સાબરમતીના પટ્ટમાં દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની પીસીબીને માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં પોલીસને સાબરમતી નદી નજીક દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. જો કે આ ભઠ્ઠી ચલાવનાર મહિલા બુટલેગર અને તેનો દિકરો ફરાર થઈ ગયા હોવાથી સ્થળ પરથી મળી આવ્યા ન હતા. પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઝડપાયેલી દેશી દારૂની ભઠ્ઠીમાંથી હજારો લીટર દેશી દારૂ ઉપરાંત દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી. સાથે જ કેટલીક વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો. નદીના પટ્ટમાં જમીનમાંથી દારૂના પીપડા મળી આવ્યા હતા જેમાં દારૂ બનાવવામાં આવતો હતો. પોલીસે કુલ 9700 લિટર દેશી દારૂનો વૉશ સ્થળ પર મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નષ્ટ કરી દીધો હતો.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular