નવજીવન ન્યૂઝ.ગાજિયાબાદઃ ગાજિયાબાદના રહેવાસી એક વિદ્યાર્થી કેનેડાના ટોરંટોમાં થયેલા ફાયરિંગમાં મોતને ભેટ્યો છે. ગાજિયાબાદના સાહિબાબાદ વિસ્તારના રહેનારા કાર્તિક વાસુદેવ કેનેડાના ટોરંટોમાં ગ્લોબલ મેનેજમેન્ટના ભણતર માટે ગયો હતો સાથે જ તે એક રેસ્ટોરાંમાં નોકરી પણ કરતો હતો.
કાર્તિક હજુ જાન્યુઆરીમાં જ ભણવા માટે કેનેડા ગયો હતો. તેના પરિવારે કહ્યું કે જેવો તે કેનેડાના સમય અનુસાર સાંજે 5 વાગ્યે મેટ્રો સ્ટેશનથી બહાર નીકળ્યો, ત્યારે કોઈએ તેના પર ગોળી ચલાવી દીધી, તેમને આશંકા છે કે લૂંટ કરવાના ઈરાદે આ ગોળી ચલાવવામાં આવી.
તેમની પાસે ટોરંટો પોલીસનો ફોન આવ્યો જેમાં તેમણે કહ્યું કે કાર્તિક હવે આ દુનિયામાં રહ્યો નથી. હાલ તેમની પાસે વધુ જાણકારી નથી. તે કેનેડામાં સવાર થવાની રાહ જોઈ રહ્યા હતા, જેના પછી તેઓ આ સંદર્ભે વધુ જાણકારી લઈ શકે, કાર્દિક બે ભાઈઓમાં સૌથી મોટો હતો. કાર્તિકના પિતા ગુરુગ્રામમાં નોકરી કરે છે અને ગાજિયાબાદના સાહિનબાબાદમાં રહે છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે વિદ્યાર્થીની હત્યાની જાણકારીને લઈને ટ્વીટ કર્યું અને ક્ષોભ વ્યક્ત કર્યો હતો. કેનેડામાં ભારતના કોન્સુલેટ જનરલની તરફથી આ મામલા પર એક ટ્વીટમાં કહેવાયું છે કે અમે બધા ભારતીય વિદ્યાર્થી કાર્તિક વાસુદેવની ટોરંટોમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ હત્યાથી વ્યથિત છે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને તેમને મદદરૂપ થવાની તમામ સંભવ પ્રયત્નો કરીશું.
Grieved by this tragic incident. Deepest condolences to the family. https://t.co/guG7xMwEMt
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 8, 2022








