Tuesday, July 28, 2026
HomeGujaratBSNLને ઊભુ કરવા 1.64 હજાર કરોડનું પેકેજ કેબિનેટમાં મંજુર

BSNLને ઊભુ કરવા 1.64 હજાર કરોડનું પેકેજ કેબિનેટમાં મંજુર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ)ના પુનરુત્થાન માટે 1.64 હજાર કરોડ રૂપિયાનું જંગી પેકેજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજુર કરી લેવાયું છે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સરકાર 4જી ેવાઓના વિસ્તારમાં મદદ માટે બીએસએનએસને સ્પેક્ટ્રમ ફાળવણી કરશે.

BSNLના રૂ. 33,000 કરોડના વૈધાનિક લેણાંને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવામાં આવશે. ઉપરાંત, કંપની રૂ. 33,000 કરોડની બેંક લોન ચૂકવવા માટે બોન્ડ જારી કરશે. કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે કંપની નેટવર્કના અપગ્રેડેશન માટે આજે CAPEX ને મંજૂરી આપવામાં આવી છે, અપગ્રેડેશન માટે ભારતીય સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેબિનેટે BSNL અને ભારત બ્રોડબેંક નેટવર્ક લિમિટેડના મર્જરને પણ મંજૂરી આપી છે.

- Advertisement -

તેમણે કહ્યું કે કેબિનેટે રૂ.26,316ના અંદાજિત ખર્ચે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ દ્વારા દેશના ‘અનકવર્ડ’ ગામડાઓમાં 4G મોબાઈલ સેવા પૂરી પાડવાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular