Sunday, April 19, 2026
HomeGeneralકેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, કેન્દ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, કેન્દ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે સાતમા પગારપંચના આધારે પગાર અને પેન્શન મેળવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ વધારો લાગુ થયા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 31 ટકાને બદલે 34 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં ત્રણ ટકાનો વધારો થઈ રહ્યો છે.



મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં આ વધારાથી સરકારી ભંડોળ પર કુલ વાર્ષિક 9,544.50 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ વધારાથી ૪૭.૬૮ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૮.૬૨ લાખ પેન્શનરોને લાભ થશે. સાતમા પગાર પંચની ફોર્મ્યુલાના આધારે આ વધારો કરવામાં આવ્યો છે.

મોંઘવારી ભથ્થામાં આ ત્રણ ટકાના વધારા બાદ સાતમાં પગાર પંચના આધારે પગાર મેળવનારા તમામને 18,000 રૂપિયાના બેઝિક પગાર પર ડીએમાં 540 રૂપિયાનો વધારો મળશે, અને જો બેઝિક પગાર 25,000 રૂપિયા હશે તો આ વધારો દર મહિને 750 રૂપિયા થશે. એ જ રીતે ૫૦,૦૦૦ બેઝિક પગાર મેળવનારાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાનો લાભ મળશે અને બેઝિક સેલેરી ૧,૦૦,૦૦૦ રૂપિયા મળતા લોકોને મોંઘવારી ભથ્થામાં ૩ ટકાના વધારા બાદ કુલ પગારમાં ૩,૦૦૦ રૂપિયાનો લાભ મળશે.

- Advertisement -

ડીએમાં વધારો કરવાનો કેન્દ્ર સરકારનો આ નિર્ણય 1 જાન્યુઆરી 2022થી અમલમાં આવશે અને નિયમ મુજબ સરકારી કર્મચારીઓ-પેન્શનરોને જાન્યુઆરીથી નિર્ણયના અમલ સુધીના સમયનું એરિયર્સ પણ આપવામાં આવશે.






- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular