Tuesday, August 11, 2026
HomeGujarat3 દિવસ ચોખું ઘી પીધું અને યોગ કર્યાઃ CR પાટીલને મળી PM...

3 દિવસ ચોખું ઘી પીધું અને યોગ કર્યાઃ CR પાટીલને મળી PM મોદીની સલાહ, ઉતાર્યું 6 કિલો વજન

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત પ્રવાસ પર હતા ત્યારે તેમની સાથે ઊભા રહેવા જતા સી આર પાટીલ નીચે પડી ગયા હતા. તેમનું સંતુલન ન રહેતા તેઓ નીચે પડ્યા હતા. જોકે તે વખતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ટેકો મળ્યા પછી તેઓ ઊભા થયા હતા. જોકે જે તે સમયે વડાપ્રધાનના ચહેરા અને હાવભાવમાં કોઈ મચક જોવા મળી ન હતી. નરેન્દ્ર મોદી જે મોટા ભાગે અન્યોને પણ ફીટ રહેવા યોગ કરવાની સલા આપે છે તેમ સીઆર પાટીલને પણ પોતાની જાતને સાચવવા માટે ફીટનેશ તરફનો રસ્તો બતાવ્યો હતો.

આ મામલે સીઆર પાટીલે સોશિયલ મીડિયા પર ઘણા બધા ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ છેલ્લા દસ દિવસથી જાહેર કાર્યક્રમોથી અંતર કરી લીધું હતું. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ દિલ્હી ખાતે તેમની નેચરોપેથીથી સારવાર ચાલી રહી હતી. અહીં તેમને પાવડર અને ઓઈલ મસાજ આપવામાં આવી જેના કારણે તેઓ તેમના આંખો નીચેના કુંડાળા દુર કરી શક્યા હતા. ત્રણ દિવસ તો ચોખું ઘી પીધું અને વિવિધ યોગ કર્યા અને તેમણે દસ દિવસ પછી 6 કિલો વજન ઉતાર્યું હતું.

- Advertisement -

તેમનું વજન પહેલા 98 કિલો હતું જે હવે ઘટીને 92 કિલો થયું છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અનુભવ પછી પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. જે અહીં દર્શાવ્યા છે. તેઓ અહીં સવારે યોગ, મેડીટેશન, વગેરે સલાહ મુજબ કર્યું અને વજન ઉતારવામાં સફળ રહ્યા હતા. તેમણે કહ્યું કે આ પછી મારી સ્ફૂર્તિમાં વધારો થયો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular