નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતથી એક અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા પર જીવલેણ હુમલો કરાયો હોવાની વિગતો મળી રહી છે. અલ્પેશ કથિરિયા પર સુરતમાં જીવલેણ હુમલો કરવામાં આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે. હુમલો કરનાર કોઈ રિક્ષા ચાલક હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર અલ્પેશ કથિરિયા પર હુમલો થયાની વિગતો સામે આવી છે. આ હુમલો કરનાર રિક્ષા ચાલક હોવાનું જાણવા મળી રહ્યું છે. રિક્ષા સરખી ચલાવવાનું કહેવામાં આ મામલે અલ્પેશ કથિરિયા અને રિક્ષા ચાલક વચ્ચે મામલો બિચક્યો હતો. બોલાચાલી બાદ કથિરિયા પર હુમલો થયો હતો. આ મામલે પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને હુમલા પછી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. સુરતના કાપોદરા પોલીસ મથકની હદમાં આ ઘટના બની છે. કાપોદરા પોલીસ મથકે આ મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પોલીસે ઘટનાની જાણકારી મળ્યાથી આ મામલે તપાસ શરૂ કરી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે સુરતના કાપોદરા પોલીસ મથકની હદમાંથી અલ્પેશ કથિરિયા બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં રિક્ષા ચાલકને રિક્ષા સરખી ચલાવવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે પછી રિક્ષા ચાલકે અલ્પેશ પર હુમલો કરતા તેમને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને કાપોદરા પોલીસ મથકે તે ઘટનાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો છે. જોકે વીડિયોમાં ઘણું બધુ સામે આવી રહ્યું છે કે ખરેખર હુમલો કેવી રીતે થયો અને કોણે કર્યો. આપ પણ જુઓ આ વીડિયો.