Friday, March 29, 2024
HomeGeneral'AAPના વચનો પ્રમાણે ગુજરાતનું બજેટ તો રેવડીઓમાં જ પતી જાય'- સી આર...

‘AAPના વચનો પ્રમાણે ગુજરાતનું બજેટ તો રેવડીઓમાં જ પતી જાય’- સી આર પાટીલે માંડી વચનોની ગણતરીઓ- જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરતઃ ગુજરાતની વિધાનસભા બેઠકો માટેની ચૂંટણી હવે નજીકમાં છે ત્યારે ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓની અવરજવર વધી ગઈ છે. એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા શિક્ષણ, રોડ રસ્તા, આરોગ્ય, રોજગાર, વીજળી જેવા મુદ્દાઓને લઈ શાસક પક્ષ ભાજપના કાન આમળી રહી છે. તો બીજા તરફ કોંગ્રેસ અને આપના રાષ્ટ્રીય નેતાઓએ લોકોને તેમની સરકાર આવશે તો કેવા કેવા ફાયદા આપવામાં આવશે તેની જાહેરાતો શરૂ કરી દીધી હતી. જોકે ગુજરાતમાં દાયકાઓ સુધીનું એક હથ્થુ શાસન ચલાવનાર ભાજપ માટે પણ હવે લોકોને આકર્ષવા જરૂરી બન્યા છે. જોકે તેના માટે પણ કેન્દ્રીય નેતાગીરીને ગુજરાત વારંવાર પ્રવાસ કરવો પડે તેવી સ્થિતિઓ ઊભી થઈ છે.

હાલમાં જ સુરતમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ અને મેગા મેડિકલ કેમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ હાજર રહ્યા હતા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે અહીં સભા સંબોધન પણ કર્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું કે રેવડી આપવાની જાહેરાતો કરનારા કેવા કેવા વચનો આપીને જાય છે. તેમને આ વચનો પુરા કરવાની ચિંતા નથી. તેઓ માત્ર મહિલાઓને આપેલા વચન પુરા કરે તો પણ 36,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય. જેણે કાંઈ આપવાનું જ નથી એક કંઈ પણ બોલીને જતા રહે છે. આમ આદમી પાર્ટીના વાયદાઓ પુરા કરવામાં આવે અને તેની ગણતરી થાય તો ગુજરાતનું બજેટ તો રેવડીઓમાં જ પુરુ થઈ જાય. આપણે અર્બન નકસલીઓને ઓળખવાના છે. જુઓ વીડિયો સુરતના સમગ્ર કાર્યક્રમનો…

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular