Friday, April 17, 2026
HomeGujaratRajkotરાજકોટના ઉપલેટામાં બસ નાળામાં ખાબકતા સહેજ રહી ગઈ, મુસાફરોના જીવ પડીકે બંધાયા

રાજકોટના ઉપલેટામાં બસ નાળામાં ખાબકતા સહેજ રહી ગઈ, મુસાફરોના જીવ પડીકે બંધાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાતમાં એસ.ટી. બસ (GSRTC)ના માર્ગ અકસ્માત છાશવારે સામે આવતા હોય છે. ત્યારે આજે રાજકોટમાં નાળાના પુલ પર બસ પડું પડું હાલતમાં આવી જતાં બસમાં સવાર મુસાફરો અને વિદ્યાર્થીઓની ચીચયારીથી બસ ગુંજી ઊઠી હતી. બસ એક તરફ જમી જતા બસમાં સવાર તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ સમયસૂચકતા વાપરીને દરવાજો ખોલી દેવામાં આવતા બસમાંથી તમામ લોકો બહાર નીકળી ગયા હતા.

બસ નાળામાં ખાબકતા રહી ગઈ

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આજે સવારે જરા રોડ પર આવેલા નાળાના પુલ પર એસ.ટી. બસનો મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. ઉપલેટા-ગઢડા રૂટની બસ ગઢાળા ગામથી મુસાફરો અને વિદ્યાર્થીઓને લઈને ઉપલેટા આવી રહી હતી, દરમિયાન ઉપલેટા નજીક જરા રોડ પર આવેલા મોટા વોંકળાના પુલ પાસે સામેના તરફથી અન્ય વાહન આવતા બસના ડ્રાઈવરે બસ રિવર્સ લીધી હતી, બસ રિવર્સ લેતી વખતે પુલની દિવાલ તોડીને બસ નાળામાં ખાબકા રહી ગઈ હતી.

- Advertisement -

સમયસર દરવાજો ખોલતા બસમાંથી નીકળ્યા

ડ્રાઈવરે પાછળ જોયા વગર જ બસને રિવર્સ લીધી હતી અને કન્ડક્ટરે કોઈ સુચના આપી નહીં જેથી બસ રિવર્સ જવા દીધી અને બસ નાળા પર જઈને લટકી ગઈ હતી. બસ નાળાની દિવાલ તોડીને ખાબકતા રહી જતા બસમાં સવાર તમામના શ્વાસ અધર થઈ ગયા હતા. પરંતુ આ સમયે એક વિદ્યાર્થીએ સમય સૂચકાતા વાપરીને તાત્કાલિક બસનો દરવાજો ખોલી દેતા બસમાં સવાર તમામ લોકો બહાર નીકળી ગયા હતા.

પૂર્વ સરપંચનો આક્ષેપ

સમગ્ર બનાવ અંગે પૂર્વ સરપંચે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અમારા ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા અભ્યાસ કરવા માટે ઉપલેટા-ગઢાળા રૂટની બસમાં અપ-ડાઉન કરે છે. આજે સવારે 25 જેટલા વિદ્યાર્થીઓ આ બસ ઉપલેટા જઈ રહ્યા હતા તે દરિયાન જરા રોડ પર દ્વારકાધીશ સોસાયટી નજીક આવેલા મોટા નાળામાં પડતા રહી ગઈ હતી. બસનું પાછળનું વ્હીલ નાળાની દિવાલ તોડીને ફસાઈ જતાં પલટી ખાતા બચી ગઈ હતી, ઉપલેટાથી ભાયાવદર સુધી જેટલા નાળા આવેલા છે તેના પર પુલની જે સંરક્ષણ આપતી દીવાલ હોવી જોઈએ તે કોઈ પુલ પર નથી, જેના કારણે અવારનવાર પુલ પર અકસ્માતો સર્જાતા હોય છે. આ બાબતની અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી હતી, તેમ છતાં અત્યાર સુધી યોગ્ય જવાબ મળ્યો નથી. પુલ પર સંરક્ષણ આપતી દીવાલો વહેલી તકે બનાવે તેવી અમારી માગણી છે. આમાં ડ્રાઈવર-કન્ડક્ટરનો કોઈ વાંક નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular