Friday, July 17, 2026
HomeGujaratRajkotભક્તિનગર પોલીસ સ્ટેશનના પટાંગણમાં ભભૂકી આગ, કબ્જે લેવાયેલા 18 વાહનો ખાખ

ભક્તિનગર પોલીસ સ્ટેશનના પટાંગણમાં ભભૂકી આગ, કબ્જે લેવાયેલા 18 વાહનો ખાખ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનના મેદાનમાં આગની ઘટના સામે આવી હતી. અચાનક આગ ભભૂકી ઉઠતા મેદાનમાં પડેલા કબ્જે કરાયેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

ઘટનાની વિગત એવી છે કે, ગત રવિવારની રાત્રિના સમયે રાજકોટ શહેરના કોઠારિયા મેઈન રોડ ખાતે આવેલા ભક્તિનગર પોલીસ સ્ટેશનના મેદાનમાં આગ લાગી હતી. મેદાનમાં અચાનક જ ઉઠેલી આગના કારણે પોલીસે કબ્જે કરેલા વાહનોનો મુદ્દામાલ આગની ઝપટમાં આવી ગયો હતો. આગના કારણે 18 જેટલા ટુ વ્હિલર વાહનો બળીને ખાખ થઈ ગયા હતા, ઘટના સમયે મેદાનમાં 70 જેટલા વાહન પડેલા હતા. પોલીસ સ્ટેશનના મેદાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટેશનનના કર્મચારીએ તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરી હતી.

- Advertisement -

આગનું કારણ અકબંધ

ફાયર વિભાગને ઘટનાની જાણ થતા નજીકના ફાયર સ્ટેશનથી ફાયર વિભાગનો કાફલો ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમે તુરંત પાણીનો મારો ચલાવી વાહનોમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સાથે જ બચી ગયેલા વાહનોને દૂર ખસેડી બળતા બચાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કારણ હજૂ અકબંધ છે.

સપ્તાહ પહેલા જ ખાનાખરાબી થતા રહી ગઈ

મહત્વની વાત છે કે, રાજકોટના મોરબી રોડ ખાતે સપ્તાહ પહેલા જ સુકા ઘાસનો જથ્થો આગની ઝપટમાં આવી ગયો હતો. જેમાં આગ લાગવાના કારણા આસપાસના ઝૂંપડાવાીસઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે ફાર વિભાગનો સ્ટાફ 3 ફાયર ફાયટર વાહનોના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હોય મોટી ખાનાખરાબી સર્જાતી અટકી હતી. આ આગનું કારણ પણ હજૂ સુધી જાણી શકાયું નથી ત્યાં આ બીજો આગનો બનાવ શહેરમાં સામે આવ્યો છે.

નવા 3 ફાયર સ્ટેશન માટે મનપાની તૈયારી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટમાં 3 નવા ફાયર સ્ટેશન બનાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કાલાવડ રોડ પરની કટારીયા ચોકડી, નવા રિંગ રોડ પાસે આવેલો નવો રેસકોર્ષ વિસ્તાર તેમજ વોર્ડ નંબર 12માં આવેલા વાવડીમાં પણ ફાયર સ્ટેશન માટે પ્લોટ ઉપલબ્ધ હોય ત્યાં ફાયર સ્ટેશન બનાવી શકાય તેમ છે. આ માટે રૂપિયા 30 કરોડનો ખર્ચ થાય તેવો મનપાનો અંદાજ છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular