Friday, May 1, 2026
HomeGeneralBreaking: અમદાવાદમાં એક વિદેશી નાગરિક બનાવી રહ્યો હતો AK 47 રાયફલના...

Breaking: અમદાવાદમાં એક વિદેશી નાગરિક બનાવી રહ્યો હતો AK 47 રાયફલના પાર્ટસ ક્રાઈમ બ્રાન્ચે પકડયો આવી રીતે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક વિદેશી નાગરિક સહિત રાજકોટની એક વ્યકિતની પ્રતિબંધીત એ કે 47 રાયફલના પાર્ટસ બનાવી તેને ગેરકાયદે નિકાસ કરવાના મામલે ધરકપકડ કરી છે. જો કે મામલો વિદેશી નાગરિકનો હોવાને કારણે બુધવારે આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી લીધો હોવા છતાં દુતાવાસને આ મામલે જાણકારી આપવાની હોવાને કારણે સમગ્ર મામલાની ગુપ્તતા રાખવામાં આવી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી હતી કે મુળ યમનના વતની અને વિઝાને આધારે અમદાવાદમાં છેલ્લાં ત્રણ મહિનાથી રહેલા એક વિદેશી નાગરિક દ્વારા ખાસ કરી રાજકોટ સહિત વિવિધ ફેકટરીમાં પ્રતિબંધી રાયફલના પાર્ટસ બનાવી રહ્યો છે. આ તૈયાર થયેલા પાર્ટસ તે વિવિધ રસ્તે યમન મોકલાવી રહ્યો છે. આ માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચના સર્વેલન્સમાં આવેલા આ નાગરિક ઉપર ક્રાઈમ બ્રાન્ચ તમામ સ્તરે નજર રાખી રહી હતી. જો કે આ આશ્ચર્ય તે બાબતનું હતુ કે યમનના નાગરિકની માગણીના આધારે એ કે 47 રાયફલના પાર્ટસ બનાવી આપનાર ફેકટરીને તે બાબતની જાણકારી ન્હોતી કે નમુના પ્રમાણે તે જે પાર્ટસનું ઇત્પાદન કરી આપે છે કે પાર્ટસ રાયફલના છે.

- Advertisement -



ગુજરાતની વિવિધ ફેકટરીમાં તૈયાર થયેલા પાર્ટસને વિવિધ માર્ગે યમન મોકલી આપવામાં આવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે પુરતા પુરાવા મળતા યમનના આ નાગરિકની અટકાયત કરી હતી જો કે પોલીસની સમસ્યા એવી હતી કે તેને સ્થાનિક ભાષા તો ઠીક પણ અંગ્રેજી ભાષા પણ આવડતી ન્હોતી જેના કારણે પુછપરછમાં ઘણી સમસ્યા નડી હતી. આમ છતાં આ ગંભીર બાબત હોવાને કારણે તેમને લાગેલા પુરાવાને આધારે યમના નાગરિક પાસે બુધવારના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો પણ વિદેશી નાગરિક હોવાનાને કારણે નિયમ પ્રમાણે દુસાવાસને આ મામલે જાણકારી આપી હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગુનાની ગુપ્તતા રાખવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે યમનના નાગરિકની સાથે મુળ રાજકોટના એક વ્યકિતને પણ પકડી છે જો કે આ વ્યકિતની ગુનામાં કેટસી સામેલગીરી છે તે નક્કી થયુ નથી.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular