નવજીવન ન્યૂઝ. જેતપુર: આજે સવારે રાજકોટના જેતપુરમાં એક પ્રૌઢનો શંકાસ્પદ રીતે મૃતદેહ મળ્યો છે. પાણીના અવેડામાંથી પ્રૌઢનો મૃતદેહ મળતા આસપાસના લોકો ટોળે વળ્યા હતા. ઘટનાને પગલે જેતપુરમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ જેતપુર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

આજરોજ બપોરના સમયે જેતપુરના ખીરસરા રોડ પર ફિલ્ટર પ્લાન્ટ પાસે પાણીના અવેડામાં મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહ જોવા મળતા લોકોના ટોળા એકઠા થયા હતા બાદમાં આ મામલાની જાણ જેતપુર સિટી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પ્રથમ દ્રષ્ટીએ ઘટના શંકાસ્પદ જણાતી હોય તપાસ હાથ ધરી મૃતદેહને પાણી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ અને ઘટના સ્થળે પંચનામું કરી મામલાની તપાસ આદરી હતી.

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, મૃતક પ્રૌઢની ઓળખ 50 વર્ષીય ભરતભાઈ ગોહેલ તરીકે કરવામાં આવી છે. મૃતક ભરતભાઈ દારૂ પીવાની ટેવ ધરાવતા હતા અને નશાની હાલતમાં તેઓ પાણીના અવેડામાં પડી ગયા હતા. જેના કારણે તેઓનું મોત થયાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. સાથે જ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મૃતક દારૂ પીધેલી હાલતમાં હોય તેવું ખુલવા પામ્યું છે. માટે શંકા દ્રઢ બને છે કે મોત નશામાં અવેડામાં પડી જવાથી જ થયું હોય અને હત્યા થયા હોવાનું કંઈ પણ હજુ સુધી તપાસમાં ખુલ્યું નથી.
(તસવીર/વીડિયો સાભાર: સુરેશ ભાલિયા)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








