Tuesday, June 23, 2026
HomeNationalત્રણ કાયદામાં ફેરફાર માટે લોકસભામાં વિધેયક રજૂ, ઉદ્દેશ્ય દંડ આપવાનો નહીં પણ...

ત્રણ કાયદામાં ફેરફાર માટે લોકસભામાં વિધેયક રજૂ, ઉદ્દેશ્ય દંડ આપવાનો નહીં પણ ન્યાય આપવાનો: અમિત શાહ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આજરોજ લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈન્ડીયન પીનલ કોડ, ક્રિમિનલ પ્રોસીજર કોડ અને ઈન્ડીયન એવિડન્સ કોડમાં સંપૂર્ણ ફેરફાર માટે વિધેયક (CRPC Amendment Bill 2023) રજૂ કર્યુ છે. આ વિધેયક પાસ થતા આઈ.પીસી. 1860ના સ્થાને ‘ભારતીય ન્યાય સંહિતા 2023’ અને સી.આર.પી.સી.ના સ્થાને ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023’ તેમજ ઈન્ડીયન એવિડન્સ એક્ટના સ્થાને ‘ભારતીય સાક્ષ્ય સંહિતા 2023’ પ્રસ્થાપિત થશે. સાથે જ અમિત શાહે (Amit Shah) જણાવ્યું હતું કે આ કાયદાઓ હેઠળ અમે રાજદ્રોહ જેવા કાયદાને પણ ખતમ કરી રહ્યા છીએ.

CRPC Amendment Bill 2023 રજૂ કરતા અમિત શાહ

- Advertisement -

લોકસભામાં આજરોજ દેશના ત્રણ મહત્વના કાયદાઓને બદલવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિધેયક રજૂ કર્યું છે. જેમાં. આઈ.પી.સી. (IPC), સી.આર.પી.સી. (CRPC) અને ઈન્ડીયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)ના સ્થાને ત્રણ નવા કાયદા લાવવા માટે વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. આ ત્રણ કાયદાના સ્થાને નવા કાયદા લાવવા બાબતે અમિત શાહે જણાવ્યું હતું કે, તેની પાછળની ભાવના ભારતીય નાગરિકોને અધિકાર આપવાની છે. જેનો ઉદ્દેશ્ય કોઈને દંડ કરવાનો નહીં હોય પરંતુ તેનો ઉદ્દેશ્ય લોકોને ન્યાય અપાવવાનો હશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, 1860થી 2023 સુધી દેશની ફોજદારી ન્યાય પ્રણાલી અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ અનુસાર ચલતી રહી. પરંતુ આ ત્રણ કાયદા બદલી જશે અને દેશમાં ફોજદારી ન્યાય પ્રક્રિયામાં મોટો બદલાવ આવશે.

ઉપરાંત અમિત શાહે લોકસભામાં આ ત્રણેય કાયદાના સ્થાને નવા કાયદા લાવવાની વાત કરતા ઉમેર્યું હતું કે, 18 રાજ્ય, 6 કેન્દ્ર શાસિત પ્રદેશ, ભારતની સુપ્રીમ કોર્ટ, 22 હાઇકોર્ટ, ન્યાયીક સંસ્થાઓ, 142 સાંસદ અને 270 ધારાસભ્યો સહિત જનતાએ પણ આ વિધેયકો માટે સૂચન આપ્યા છે. 4 વર્ષ સુધી અમે 158 બેઠકો પર આ મામલે ખુબ વિચાર અને ચર્ચાઓ કરી છે.

Today’s Loksabha News In Gujarati

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular