Wednesday, February 18, 2026
HomeGujaratભુજમાં હાઈપ્રોફાઈલ જુગારધામ: નિવૃત્ત DDO, R&Bના ઈજનેરો પકડાયા, દારુની મોંઘી બોટલ્સ સાથે...

ભુજમાં હાઈપ્રોફાઈલ જુગારધામ: નિવૃત્ત DDO, R&Bના ઈજનેરો પકડાયા, દારુની મોંઘી બોટલ્સ સાથે 15.84 લાખની મત્તા જપ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભુજઃ શ્રાવણ મહિનામાં કચ્છમાં જુગારની પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે ભુજ શહેર પોલીસે ગત રાત્રે શહેરના ભીડગાર્ડન પાસે આવેલી રિજન્ટા હોટેલમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દારૂની મહેફિલ માણતા અને જુગાર રમતા સાત લોકોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસને મળેલી બાતમીના આધારે ભુજ એ ડિવિઝન પોલીસે રાત્રે લગભગ ૧૨:૦૦ વાગ્યે રિજન્ટા હોટેલના રૂમ નંબર ૪૦૪ માં દરોડો પાડ્યો હતો. રૂમમાં પ્રવેશતા જ પોલીસને ટેબલ પર રૂપિયાની નોટો અને દારૂની બોટલો પડેલી જોવા મળી હતી. સાત લોકો ટેબલની આસપાસ ખુરશીઓમાં બેસીને દારૂ પીતા અને જુગાર રમતા હતા.

- Advertisement -

પોલીસે ઘટનાસ્થળેથી કિરિટ રમેશભાઈ પટેલ (ઉં.વ. ૬૦, બેન્કર્સ કોલોની, ભુજ), ચંદકાન્ત મેઘજી પટેલ (ઉં.વ. ૬૫, ગોયલ ઇન્ટરસીટી, ઘાટલોડીયા, અમદાવાદ), જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા (ઉં.વ. ૫૪, મુન્દ્રા રેલોકેશન સાઈટ), કિરણ બનેચંદભાઈ ડોસિયા (ઉં.વ. ૪૦, જુના નિવાસ, માધાપરનગર, ભુજ), નરેન્દ્ર અરવિંદભાઈ મસા (ભુજ) અને અરવિંદકુમાર ચતુર્ભુજ ગોર (ઉં.વ. ૬૮, શિવકુંજનગર, ભુજ) નામના સાત જુગારીઓની ધરપકડ કરી હતી.

પોલીસે તેમની પાસેથી જુગાર રમવાના ૧૪ હજાર રૂપિયા, અંગઝડતીમાંથી મળેલા ૧.૧૪ લાખ રૂપિયા, ૪.૫૦ લાખની કિંમતના ૮ મોબાઇલ ફોન અને કિરણ ડોસિયાની ૧૦ લાખની વોકસવેગન કાર મળીને કુલ ૧૫.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે કિરિટ પટેલ અને જયેન્દ્રસિંહ ઝાલાએ દારૂ પીધો હતો અને તેમના કબજામાંથી વિદેશી બ્રાન્ડની સ્કોચ વ્હિસ્કીની ૨૪ હજારની કિંમતની બે બોટલો મળી આવી હતી. આ બોટલો જયેન્દ્ર ઝાલા લાવ્યો હોવાનું જાણવા મળતા પોલીસે કિરિટ પટેલ અને જયેન્દ્ર ઝાલા વિરુદ્ધ દારૂબંધી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે પીઆઇ આઇએલ પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular