નવજીવન ન્યૂઝ. ભિલોડાઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા મેઈન બજાર વિસ્તારમાં આવેલ મઉં ચાર રસ્તા પાસે શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદવા આવેલા લીલછા ગામની મહિલાના ગળામાંથી એક તોલાની સોનાની ચેઈન ખેંચીને અજાણ્યા ચેઈન સ્નેચરોનો પલભરમાં પલાયન થઈ જતા મહિલાએ બુમાબુમ કરતા લોકો એકઠા થઇ ગયા હતા મહિલાની સોનાની ચેઇનનું સ્નેચીંગ થતા મહિલાઓમાં ભારે ભય પ્રવર્તી રહ્યો છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ. બિનાકુમારીએ જણાવ્યું હતું કે, લીલછા ગામના પ્રિયંકાબેન અશોકભાઈ પંડ્યા ગત રોજ ભિલોડા શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદવા અર્થે આવ્યા હતા તે દરમિયાન અજાણ્યા ચેઈન સ્નેચરોએ મહિલાના ગળામાંથી સોનાની ગોળ ગુથણવાળી અને અંદર વ્હાઈટ ગોલ્ડ ડિઝાઇન અને ગણપતિ બાપા ના પેન્ડલ વાળી ૪૫ હજારથી વધુ કિંમતની ચેઈન સ્નેચર્સ સ્નેચિંગ કરીને પલાયન થઈ ગયા હતા.પોલીસ સ્ટેશનમાં મહિલાએ ચેઈન સ્નેચીંગ સંદર્ભે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચેઇન સ્નેચરો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












