નવજીવન ન્યૂઝ. અરવલ્લી : અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા હતા. જીલ્લા પોલીસવડા સંજય ખરાતે બાઈક ચોરીના ગુન્હાને ડામવા જિલ્લા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપતા જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે શામળાજી નજીક રામેળા ગામની સીમમાં આવેલ સ્મશાનની બાજુમાં આવેલ ઝાડી-ઝાંખરામાં ચોરી કરી સંતાડી રાખેલ ૬ બાઈક સાથે એક રાજસ્થાની બાઈક ચોરને દબોચી લીધો હતો. મોડાસા ટાઉન પોલીસે હજીરા વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર બાઈક ચોરને ચોરેલ બાઈક સાથે મેઘરજના રાંજેડી ગામથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરાતા પીઆઈ વાઘેલાને રાજસ્થાનના બે બાઈક ચોર બાઈક ચોરી કરી રામેળા ગામ નજીક આવેલા સ્મશાનની પાસે ઝાડી-ઝાંખરામાં સંતાડી રાખી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસ તાબડતોડ બાતમી આધારીત સ્થળે રેડ કરી ચોરી કરી સંતાડી રાખેલ ૬ બાઈક સાથે મહીપાલ દેવીલાલ ભગોરા (રહે,માલમાથા કવલા ફલા,વીંછીવાડા-રાજસ્થાન) ને દબોચી લઇ ૨.૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી મહીપાલ ભગોરાને જેલના સળિયા પાછળ ધકેલી દઈ મહિપાલ સાથે બાઈક ચોરીના ગુન્હાને અંજામ આપતા રાજ્સ્થાનના નીતિન થાવરચંદ ખડા નામના બાઈક ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. એલસીબી પોલીસે ચોરીના ૬ બાઈક સાથે બાઈક ચોરને શામળાજી પોલીસને સુપ્રત કર્યો હતો.

મોડાસા ટાઉન પીઆઈ નીતિમીકા ગોહિલના માર્ગદર્શન હેઠળ હજીરા વિસ્તારમાંથી બાઈક ચોરી કરી ફરાર થઇ ગયેલા મેઘરજના રાંજેડી ગામના બાઈક ચોરને જીગ્નેશ રમણભાઈ પાંડોરને તેના ઘરેથી ટાઉન પોલીસે ઝડપી પાડી ૧૫ હજારની બાઈક રીકવર કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












