નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ભાવનગરમાં (Bhavnagar) એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં પિતાએ જ પોતાની દીકરીનું ગળું દબાવીને કાસળ કાઢી નાખ્યું છે. જોકે વાત આટલેથી અટકતી નથી અને દીકરીના પિતા અને કાકા ભેગા મળીને બોરોબાર દીકરીના અંગ્નીસંસ્કાર પણ કરી નાખ્યા, પરંતું જ્યારે દીકરીના મોસાળ પક્ષને આ વાતની જાણ થઈ ત્યારે સમગ્ર કરતુતનો ભાંડો ફૂટ્યો હતો. જે દીકરીને વ્હાલથી મોટી કરી હતી તેને જ આવી સજા આપતા પિતા અને તેના કાકાએ કેમ આવો ખેલ રચ્યો તે ચોંકાવનારું છે.

વાત કરીએ સમગ્ર ઘટનાની તો પાણીતાણામાં (Palitana) પ્રેમસંબંધમાં દીકરીનું ઓનરકિલિંગ (Honor Killing) કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પ્રમાણે 19 વર્ષની દીકરીને તેના જ પિતાએ ગળુ દબાવીને હત્યા કરી નાખી કારણ કે, પિતાને શંકા હતી કે તેની દીકરી અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. જેથી સમાજમાં આબરૂ જવાની બીકે પિતા દીપક રાઠોડ અને કાકા ભાવસંગ રાઠોડે દીકરીનું ગળ દબાવીને મારી નાખી અને આ વાત કોઈને ખબર પડે નહીં માટે મૃતદેહને સ્મશાનમાં સળગાવી દીધો.
જોકે સત્ય ક્યારેય છૂપું રહેતું નથી. આ વાતોનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે દીકરીના નાનાએ દીકરીના પિતા દીપકને ફોન કર્યો, સમગ્ર મામલે પાલીતાણા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીને ઝડપી પાડ્યા છે. સમગ્ર કેસમાં પોલીસે શું ખુલાસો કર્યો છે તે પણ જાણીએ.
સમગ્ર મામલે દીકરીના નાના પોપટ ગોહિલે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, તેમની દીકરી જ્યોતિબહેનના 22 વર્ષ પહેલા કાણપરડા ગામ ખાતે રહેતા દીપક રાઠોડ સાથે લગ્ન થયા હતા અને તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે પરંતું જ્યોતિબહેન 10 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. જેથી પિતા દીપક સુરત ખાતે મજુરી કામ કરતો હતો અને તેના સંતાન દીપકના બા સાથે રાણપરડા રહેતા હતા. દરમિયાન મોટી થઈ ગયેલી જલ્પાની સગાઈ જેતપુરના એક યુવક સાથે કરવામાં આવી હતી અને દિવાળી બાદ મૃતક જલ્પા તેના પિતા સાથે સુરત રહેવા જતી રહી હતી. આ દરમિયાન જલ્પાના નાનાને જાણ થઈ હતી કે, જલ્પા સાથે કંઈક થયું છે અને તેથી જ તેમના જમાઈને ફોન કર્યો હતો. આ દરમિયાન દીકરીના પિતાએ કહ્યું કે સુરતમાં અન્ય જ્ઞાતિના યુવાન સાથે જલ્પાને પ્રેમ સંબંધ હોવાથી તેને સુરતથી રાણપરડા લઈને આવતા રહ્યા હતા. ત્યારબાદ જલ્પાએ દવા પી લીધી હતી. જેથી આબરૂ ન જાય તે માટે અગ્નીસંસ્કાર પણ કરી નાખ્યા હતા. જોકે દીકરીના નાનાને આ વાતમાં શંકા થતાં તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે, જલ્પા પ્રેમસંબંધમાં હોવાથી તે યુવક સાથે ભાગી ગઈ હતી. જેથી તેના પિતાએ તેને શોધી કાઢી હતી અને ત્યારબાદ પિતા દીકરીને સુરતથી રાણપરડા લઈ આવ્યા, જ્યાં દીકરીના પિતા અને તેના કાકાએ તેને માર મારીને ગળુ દબાવીને મારી નાખી છે. દીકરીના નાનાને જ્યારે હકિકત જાણવા મળી, ત્યારે પોતાના જ જમાઈ સામે તેમણે પોલીસ ફરિયાદ આપી છે. આમ દીકરીએ પ્રેમ કરતા પિતા સમાજમાં આબરૂ જશે તેવું માનીને જે દીરકીને આટલા વર્ષોથી લાડ પ્રેમથી મોટી કરી તેનું જ કાસળ કાઢી નાખ્યાની ઘટના બની છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796