Thursday, April 30, 2026
HomeGujaratતમે પણ ચોંકી જશો: પુત્રવધૂને દારુની પાર્ટી કરતા પકડાવનાર સસરાના કિસ્સાની ઇનસાઇડ...

તમે પણ ચોંકી જશો: પુત્રવધૂને દારુની પાર્ટી કરતા પકડાવનાર સસરાના કિસ્સાની ઇનસાઇડ સ્ટોરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરત: સુરતમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જ્યાં ડુમસ રોડ પરની એક હોટલમાં ચાલી રહેલી દારૂ પાર્ટીનો પર્દાફાશ ખુદ પાર્ટીમાં સામેલ એક આર્ટિસ્ટ યુવતીના સસરાએ પોલીસને જાણ કરીને કરાવ્યો હતો. પોલીસે દરોડો પાડી રૂમમાંથી 2 યુવતી સહિત 6 લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. પરંતુ એક સસરા પોતાની પુત્રવધૂને પોલીસમાં કેમ પકડાવી દે અંગેની પણ એક ઇનસાઇડ સ્ટોરી સામે આવી છે.

જાણવા મળ્યું છે કે જે સસરાએ પોલીસમાં ફોન કર્યો હતો કે, મારી પુત્રવધૂએ દારૂની પાર્ટી રાખી છે, રેડ પાડો એવો કોલ સામાન્ય સંજોગોમાં નથી કર્યો પરંતુ તેની પાછળ એક અલગ જ કારણ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે દારુની પાર્ટીમાં પકડાયેલ પુત્રવધૂએ છ મહિના પહેલા જ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા અને દંપતિ કેનેડામાં સ્થાયી થયું હતું. જો કે પતિ-પત્ની વચ્ચે અવારનવાર અણબનાવ થતાં હોવાથી પુત્રવધૂ ગત મે મહિનામાં પિયર સુરત પરત આવી ગઇ હતી. જેથી સસરાએ પુત્રવધૂ પાછળ વોચ રાખી હતી અને પાર્ટી કરતી પુત્રવધૂને પોલીસમાં ફોન કરીને પકડાવી દીધી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular