નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: રાજસ્થાનની સરહદની નજીક આવેલા ધાનેરા સાંચોર હાઈવે પર રિક્ષા અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. ખગની બસએ રિક્ષાને ટક્કર મારતા રિક્ષા ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ચારના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે સારવાર દરમિયાન એકનું મોત નિપજતા મોતનો આંકડો પણ પર પહોંચ્યો છે. ઉપરાંત પાંચ લોકો ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, ડીસાના ગવાડીમાં રહેતા અરબાજ શેખ નામના રિક્ષા ચાલક અને તેની સાથે અન્ય બે વ્યક્તિ રિક્ષા લઈને રાજસ્થાન સાચોર પાસે આવેલી પીરની દરગાહ માથુ ટેકવા માટે ગયા હતા. પીરની દરગાહથી દર્શન કરીને પરત ડીસા ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં રાધનપુરના એક પરિવારને પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા. વીંછીવાડી પાસે રિક્ષા પસાર થઈ રહી હતી તે સમયે પુરઝડપે આવી રહેલી રાજસ્થાનની એક ખાનગી બસ ઓવરટેક કરવા જતાં રિક્ષાને અડફેટમાં લીધી હતી.
ખાનગી બસએ રીક્ષાને અટફેટમાં લેતા રિક્ષાના કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ ખાનગી બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો અને ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ રિક્ષાચાલક અરબાજ શેખ, દિવાબેન નરેશભાઈ ફુલવાદી, નીલમબેન તુલસીભાઈ ફુલવાદીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માત ઘાયલ થયેલા 8 લોકોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન ૧૦ વર્ષના બાળક શંકરભાઈ તલશાભાઈ ફુલવાદીનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ધાનેરા પોલીસે રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઇવર સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











