૨૦૨૪મા અત્યાર સુધીમાં નબળી કોમોડિટી માંગે ભાવને દોરવાની આપી
ટ્રેડ વોર અને અનિશ્ચિત ભૂ-રાજકીય ઘટાનાઓ આખા વિશ્વના કોમોડીટી બજારોને ઊભા પગે રાખશે
૨૦૨૫મા બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદાના સરેરાશ ભાવ ૬૫ ડોલર અંદાજવામાં આવ્યા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): જાગતિક કોમોડિટી (Commodity) બજારમા વર્તમાન વર્ષે અત્યાર સુધીમાં ૩ ટકાનો સરેરાશ ભાવ ઘટાડો નોંધાયો છે, પણ ૨૦૨૫મા તે પાંચ ટકા અને ૨૦૨૬મા બે ટકાનો ઘટાડો શક્ય હોવાનું એનાલિસ્ટો માની રહ્યા છે. પરિણામે વર્લ્ડ બેન્કનો (World Bank) સર્વાંગી કોમોડિટી ઇંડેક્સ ૨૦૨૦ પછીનો સૌથી નીચલા સ્તરે રહેવાનું અનુમાન છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝના “યરઅહેડ કોમોડિટી રિપોર્ટમાં” કહેવાયું છે કે ૨૦૨૫મા કોમોડિટીના ભાવનો આધાર પાંચ ફન્ડામેનટલ્સ પર નિર્ભર રહેશે. બજાર પર વ્યાપક અસર કરનારા આંતરપ્રવાહો, માંગ પુરવઠાની વૈશ્વિક ફન્ડામેનટલ્સ અને મેક્રો ઈકોનોમિક સ્તરે થતી ગતિવિધિ સહિતના મુદ્દા, ભાવ પર અસર કરશે.
૨૦૨૪મા અત્યાર સુધીમાં નબળી કોમોડિટી માંગે ભાવને દોરવાણી આપી હતી. ધીમું પડેલું અમેરિકન અર્થતંત્ર અને કાચામાલના વિશ્વના સૌથી મોટા આયાતકાર ચીનમાં વણસેલી આર્થિક સ્થિતિ પણ આને માટે જવાબદાર ગણી શકાય. પરિણામે કોલસાથી લઈને કોબાલ્ટ અને નેચરલ ગેસના ભાવ ૨૦૨૨મા રશિયા યુક્રેન યુધ્ધ પહેલાના સ્તરે નીચે ગયા હતા. અસંખ્ય કોમોડિટીના ઘટી રહેલા ભાવ વેપારીઓ માટે ચિંતાનો વિષય તો છે જ, પણ ૨૦૨૫ સુધી પશ્ચિમના દેશોની સેન્ટ્રલ બેન્કોને આ ઘટના મદદરૂપ થઈ પાડવાની છે.
ટ્રેડ વોર અને અનિશ્ચિત ભૂ-રાજકીય ઘટાનાઓ ચાલુ રહેતા, આખા વિશ્વના કોમોડીટી બજારોને ઊભા પગે રાખશે. ખાસ કરીને અમેરિકા અને તેના મળતીયા ટ્રેડ પાર્ટનર દેશો, જકાત અને અન્ય વેપાર અંતરાયો ઊભા કરીને જાગતિક ઔધ્યોગિક પ્રવૃત્તિનો દાટવાળશે, એવી આગાહી એનાલિસ્ટ કરી રહ્યા છે. ઊંચા વ્યાજદરના ટેકે મજબૂત અમેરિકન ડોલર, આ વલણને વધુ ડહોળી નાખશે, જે ઊભરતા અર્થતંત્રવાળા દેશોની કોમોડિટી બજારમા ઊંચા ભાવ થકી માંગને મંદ પાડશે.
આ બધા આંતરપ્રવાહો ખાસ કરીને ઔધ્યોગિક મેટલ્સ અને કૃષિ પેદાશોની માંગ પર અસર કરી શકે છે. ઓપેક્સ સિવાયના ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોમા માંગ કરતાં પુરવઠો વધુ રહેવાને લીધે ૨૦૨૫મા બજાર ઓવરસપ્લાય રહેશે. અમેરિકા, બ્રાઝિલ અને કેનેડા સાથે ઓપેક પ્લસ દેશો પણ વધારાના ઉત્પાદન સાથે બજારમાં ઉતરશે જે ભાવને નીચે જવા મજબૂર કરશે. ૨૦૨૫મા બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદાના સરેરાશ ભાવ ૬૫ ડોલર અંદાજવામાં આવ્યા છે.
શક્ય છે કે ક્રૂડ ઓઇલને અમેરિકન નેચલ ગેસ આંબી જાય, કારણ કે નેચરલ ગેસમાં મૂડી રોકાણ ઘટ્યું છે, બીજી તરફ લિકવીફઆઇડ નેચરલ ગેસની માંગમાં વધારો થઈ રહ્યો છે. ઉર્જા ક્ષેત્રે થઈ રહેલા વૈવિધ્યકારણને પગલે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદનમાં રોકાણ વધી રહ્યું છે, રિન્યુએબલ ઇન્ફ્રાસ્ટ્રકચર એનર્જીમાં પણ આકર્ષણ વધ્યું છે. આને લીધે ચાંદી, તાંબું અને એલ્યુમિનિયમ જેવી મહત્વની ધાતુઓની માંગને ટેકો આપશે. અલબત્ત, આગામી ટ્રેડ વોરમાં ટૂંકાગાળામાં ભાવમા મોટાપાયે ઉથલપાથલ જોવા મળશે, સાથેજ ચીનનું નબળું અર્થતંત્ર જાગતિક વેપારમાં વધુ ગૂંચવણો ઊભી કરશે. આ બધા પડકારો, ખાસ કરીને ચાંદી, તાંબા અને એલ્યુમિનિયમમા પુરવઠા અછત સર્જશે. પરિણામે ૨૦૨૫ના બીજા અર્ધવાર્ષિકમાં ભાવોને નવો ટેકો પ્રાપ્ત થશે.
મકાઇ અને ઘઉ જેવી કૃષિ પેદાશો વિપુલ આવવા સાથે માંગમાં નબળાઈ, અનાજના ભાવોમાં નરમાઈ જળવાઈ, કૃષિ કોમોડિટીમાં મિશ્ર વલણ જોવા મળશે. બીજી તરફ ખાંડ અને નેચરલ ગેસમાં તેજીની મોમેન્ટમ જોવા મળશે. હવામાનમા આવનારા બદલાવ, ચીન અને અમેરિકા વચ્ચે તૈયાર થઈ રહેલો ટ્રેડવોરનો માંચડો, કૃષિ બજારમાં અનિશ્ચિતતાઓ ઊભી કરશે.
વ્યાજદરમાં વધુ ઘટાડો થવાની શક્યતા જેવા અમેરિકન નાણાનીતિના લક્ષ્યાંકો, કોમોડિટી બજારની ધારને વધુ સતેજ કરવામાં મહત્વની ભૂમિકા કરશે. અમેરિકન વ્યાજદર ઘટાડો આવી પડે તો ડોલર નબળો પડે અને સોનાચાંદીમાં સલામત મૂડીરોકાણ અસ્ક્યામતનું આકર્ષણ વધી શકે છે. અલબત્ત, ટ્રમ્પ સરકારની ડોલરને મજબૂત રાખવાની નીતિથી કોમોડિટીના આંતરપ્રવાહો સામે નવા પડકારો નિર્માણ થશે. ૨૦૨૫મા વૈશ્વિક જીડીપી વિકાસદર ૩.૩ ટકા અંદાજાયો છે, એ જોતાં સાવચેતી પૂર્વક સોદા કરવાનું વાતાવરણ સ્થપાશે. ફુગાવા વૃધ્ધિનો ડર અને મહત્તમ અર્થતંત્રોના ધીમા વિકાસ અને ફુગાવા વૃધ્ધિની તલવાર પણ માથે લટકતી હશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








