જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી):
અરવલ્લી જિલ્લા પંચાયતમાં વર્ષ 2019માં અધિકારીઓ અને કર્મચારીઓ માટે જીમ ખાનું બનાવવામાં આવ્યું હતું, જેનું ઉદ્ધાટન તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે હર્ષોલ્લાસથી કરવામાં આવ્યું હતું, પણ આજે આ જીમ ખાનાની હાલત શોભાના ગાંઠિયા સમાન બની હોય તેવું લાગી રહ્યું છે.
લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા જીમ ખાનાની સાધન-સામગ્રી આજે બિનઉપયોગી બની ગઇ છે. ઉદ્દેશ્ય સારો હતો, પણ તેને ઉપયોગ કરવામાં અધિકારીઓ કે કર્મચારીઓને રસ નથી કે પછી તેઓને ઉપયોગ કરવા દેવામાં આવતો નથી તે એક ઘુંટાતું રહસ્ય છે.

અધિકારીઓ માનસિક રીતે હતાશાનો અનુભવ ન કરે, ચુસ્ત અને સ્ફૂર્તિલા રહે, સ્વાસ્થ સારું કરી શકે તે હેતુથી તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયતમાં એક જીમ શરૂ કર્યું હતું. જેનો ઉપયોગ જિલ્લા પંચાયતના સભ્યો તેમજ કર્મચારી તમામ લોકો આ જીમખાનાનો લાભ લઇ શકે, જેમાં સાઇકલિંગ, વાઈબ્રેટિર, વેઇટલિફ્ટિંગ મશિન, તેમજ સ્કિપિંગના સાધનો મુકવામાં આવ્યા હતા. જેના થકી તમામ કર્મચારીઓ સહિત પંચાયતના સભ્યો ફિટનેસ તેમજ હેલ્થને જાળવી રાખે પણ આજે આ જીમખાનું કર્મચારીઓની રાહ જોઇને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. આધારભૂત સુત્રો પાસેથી એ પણ માહિતી મળી છે કે, કેટલાક કર્મચારીઓ સ્ટ્રેશ ઓછો કરવા માટે જીમખાનાનો ઉપયોગ કરવા માંગતા હોય છે, પણ તેની ચાવી કોની પાસે છે અને હોય તો તે આપવામાં આના-કાની કરતા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે.

સરકારનો અભિગમ સારો જ હોય છે પણ અધિકારીઓ અને તેમાં હાલના ઉચ્ચ અધિકારીઓને આમાં જરાય રસ ન હોય તેવું પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે. હવે તો લોકોમાં એ પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, જીમખાનાના મશિનનો ઉપયોગ ન કરવો હોય તો કોઇને દાન કરી દેવા જોઇએ અને તે ઓરડાઓ કોઇ કચેરીને સુપ્રત કરી દેવી જોઇએ. કારણ કે, સાધન-સામગ્રીનો ઉપયોગ થતો અને કે કરવા દેવામાં આવતો નથી તો પછી આવી મશિનરી કાટ ખાય તે કેટલું વ્યાજબી છે?
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












