નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Crime News : ગુજરાતમાં હત્યાના બનાવોએ માઝા મૂકી છે. નજીવી બાબત કોઈની હત્યાનું કારણ બની જાય છે ત્યારે સવાલ થાય છે કે, લોકોને કાયદાનો કોઈ ડર નથી કે પછી કાયદાથી અજાણ છે? રોજ બરોજ હત્યાની ઘટનાઓ સામાન્ય બની રહી છે, ત્યારે ભાવનગરમાં (Bhavnagar) બે આરોપીઓ દ્વારા એક યુવકની ક્રૂર હત્યા કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગર શહેરના કરચલીયપરાના સાઈઠપળી વિસ્તારમાં દિપક મેર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક દિપક મેર અને બે આરોપીઓ વચ્ચે નજીવી બાબતે ઝગડો થયો હતો. આરોપીઓ અને મૃતક વચ્ચે મારામારી પણ થઈ હતી. આરોપીઓ સાથે થયેલી મારામારીમાં આરોપીઓએ મૃતકને હથિયારના તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આરોપીઓની મૃતક સાથે થયેલી મારામારીમાં બે આરોપીઓને પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હત્યાના બનાવને પગલે જીલ્લા પોલીસ વડા (Bhavnagar SP) ડૉ. હર્ષદ પટેલ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આરોપીઓ સામે હત્યા મુજબનો ગુનો નોંધી આરોપીઓને જેલ હવાલે કરવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796