Friday, September 11, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, માગો નહીં સંતોષાય તો...

ગુજરાતમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન, માગો નહીં સંતોષાય તો ધારાસભ્યો-સાંસદોના ઘરનો ઘેરાવ કરશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને ફેસિલેટર બહેનો દ્વારા તેમના વેતનને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતા આજે 16 ફેબ્રુઆરીએ અને આવતીકાલે 17 ફેબ્રુઆરીએ આ બહેનો કામથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ અગાઉ તેમણે 27 જાન્યુઆરી અને 24 ડિસેમ્બરના રોજ પણ રેલી કાઢીને આવેદન પત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતનાં 27 જિલ્લાઓમાં જોવા જઈએ તો અંદાજિત 70 હજારથી વધુ આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને ફેસિલેટર બહેનો કામ કરે છે. તેમનું કહેવું છે કે, વર્ષ 2018થી અત્યાર સુધી સરકારે પગાર વધારો આપ્યો નથી. હાલ તેમને જે વેતન મળે છે તે સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું છે. જેના કરે તેઓ હાલ આ વિરોધ કરી રહ્યા છે. આગામી સમયમાં પણ 19થી 23 તારીખ દરમિયાન તેઓ અલગ અલગ વિસ્તારના ધારાસભ્યોએ અને સાંસદોના ઘર અને ઓફિસનો ઘેરાવ કરશે અને જવાબ માગશે.

- Advertisement -

આ બહેનોનો આરોપ છે કે, સરકારી યોજનાના પ્રચાર માટે, નેતાઓની ભીડ એકત્રિક કરવા, મતદાર યાદીના કામ, સર્વેના કામ જેવા વધારાના કામ તેમની પાસે કરવવામાં આવે છે, તેમના નિયત કામ ઉપરાંત 32 જેટલા કામ વધારાના કરાવવામાં આવે છે. આમ સરકાર પોતે જ આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો અને ફેસિલેટર બહેનોનું શોષણ કરે છે.

આ બહેનની મુખ્ય માગણીઓ એવી છે કે, સરકાર 2018થી મોંઘવારીને ધ્યાનમાં રાખીને પગાર વધારો આપવામાં આવે, કામગીરી માટે નવા ફોન આપવામાં આવે અને નવા ગણવેશ આપવામાં આવે. આ ઉપરાંત બાળકોને જમાડવા અને ગર્ભવતી મહિલાઓને જમાવડવા માટે જે ખર્ચ થાય છે તેના બિલ પાસ થવામાં મોડુ થાય છે, જે અગાઉથી આપવામાં આવે એવી પણ માગ કરવામાં આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular