Wednesday, November 11, 2026
HomeGujaratવિદેશી દારૂ પણ દેશી: આણંદમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, રોજનો...

વિદેશી દારૂ પણ દેશી: આણંદમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, રોજનો 40 પેટી દારૂ બનતો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. આણંદ: બોટાદ ‘કેમિકલકાંડ’ના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે આ ઘટના બાદ પોલીસ વધુ સક્રિય થઈને દારૂબંધીનો કડકથી અમલવારી કરાવી રહી છે. તેવામાં આણંદમાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. જો કે અહીંયા કેમિકલમાંથી દેશી દારૂ નહીં પણ વિદેશ દારૂ બનાવવામાં આવતો હતો. ભેજાબાજે ખેતરની ઓરડીમાં નકલી દારૂની ફેક્ટરી ઊભી કરીને રોજનો 40 પેટી જેટલો દારૂ બનાવતો હતો. પોલીસે હાલ નકલી દારૂની ફેક્ટરી પર રેડ કરીને એક બુટલેગરને ઝડપી પાડ્યો છે.

આણંદના ભેટાસી ગામના માંડવાપુરાના ખેતરમાં વિદેશી દારૂ બનાવવાની ડુપ્લીકેટ ફેક્ટરી ચાલતી હોવાની માહિતી આંકલાવ પોલીસ સ્ટેશનના PSI એચ.એમ. રાણાને મળી હતી. માહિતી મળતા PSI અને તેમની ટીમ ભેટાસી વાંટા સીમ માંડવાપુરા તરફ જવાના રસ્તા ઉપર કેનાલ પાસે આવેલા ખેતરમાં તપાસ કરતા દારૂ બનાવવાની સાધન સામગ્રી સાથે સુરેશ ઉર્ફે ચકો મળી આવ્યો હતો. ઉપરાંત સ્થળ પરથી કેમિકલ પણ મળી આવ્યા હતા. પોલીસે સુરેશની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જ્યાં તેણે ડુપ્લીકેટ દારૂ બનાવતો હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત ડુપ્લીકેટ દારૂ બનાવવા માટે સમાન રાજસ્થાનના ડુંગરપુરનો રહેવાસી અમૃતલાલએ આપ્યો હતો. નકલી દારૂની પ્રોસેસ કરવા માટે પણ રાજસ્થાનથી માણસો આવતા હતા.

- Advertisement -

ડુપ્લીકેટ ફેક્ટરીમાંથી રોજની 40 પેટી જેટલો વિદેશી બનાવટી દારૂ તૈયાર કરવામાં આવતો હતો અને ત્યાર બાદ બુટલેગરોને આપવામાં આવતો હતો. પોલીસે ઘટના સ્થળથી દારૂ બનાવવા માટે વપરાતું કેમિકલ, ડુપ્લીકેટ દારૂ, આલ્કોહોલ માપવાનું થર્મોમીટર, વિદેશી દારૂની ખાલી બોટલ, ઢાંકણા, શીલ પેક કરવાનું મશીન સહિત કુલ રૂ. 2,59,576નો જથ્થો જપ્ત કર્યો છે. ઉપરાંત વિદેશી દારૂ બનાવવા માટે વપરાતું કેમિકલને મોકલનારો રાજસ્થાનના અમૃતલાલને પકડવા માટે તપાસ શરૂ કરી છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular