Sunday, April 19, 2026
HomeBusinessઅમેરિકન, બ્રાઝીલ, આર્જેન્ટીના મબલખ પાક સાથે બજારમાં આવશે: સોયાબિનની તેજીને અવકાશ ઓછો

અમેરિકન, બ્રાઝીલ, આર્જેન્ટીના મબલખ પાક સાથે બજારમાં આવશે: સોયાબિનની તેજીને અવકાશ ઓછો

- Advertisement -

બ્રાઝીલની કોનાબ કહે છે કે ૨૦૨૫/૨૬મા અમે ૧૬૮૩ લાખ ટન સોયાબીન લઈને બજારમાં આવશું

આર્જેન્ટીનામાં સોયાબીન વાવેતર ૮ ટકા વધ્યું પાક અનુમાન ૫૦૦ લાખ ટન

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): યુરોપિયન યુનિયન દેશોમાંથી આવતા સામાન પર યુએસ પ્રમુખ ટ્રમ્પએ ૫૦ ટકા આયાત જકાત લાદવાની દરખાસ્ત મુક્યા બાદ, શિકાગો સોયાબીન જુલાઈ વાયદો ત્રણ દિવસની લાંબી રજા પૂર્વે, શુક્રવારે ઘટીને ૧૦.૬૦ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલોગ્રામ) બંધ થયો હતો. મેમોરીયલ ડે નિમિત્તે સોમવારે અમેરિકન કૃષિ બજારો બંધ રહ્યા હતા. ટ્રેડરોએ જોખમ લેવાનું ઓછું કરી નાખ્યું હતું. અમેરિકન પાકના આંકડા હકારાત્મક આવ્યા હતા. બ્રાઝીલ પણ મોટો પાક લઈને બજારમાં ઉતરશે એવા અહેવાલે મકાઈ અને સોયાબીનને દબાણમાં રાખ્યા હતા.

બ્રાઝીલ વિશ્વનો સૌથી મોટો સોયાબીન ઉત્પાદક અને નિકાસકાર દેશ રહ્યો છે, પણ વિક્રમ પાક લણવા જઈ રહેલા આર્જેન્ટીના તરફથી પણ જાગતિક પુરવઠા બાબતે નવા પડકારો ઉભા થયા છે. બ્રાઝીલની નેશનલ સપ્લાય કંપની કોનાબ કહે છે કે ૨૦૨૫/૨૬મા અમે ૧૬૮૩ લાખ ટન સોયાબીન લઈને બજારમાં આવશું. ચીનની માંગ અમારા અનાજ અને સોયાબીન ઉત્પાદનના ચાલકબળ છે. અમારી નિકાસ ૭.૨ ટકા વધીને ૧૦૫૯ લાખ ટન અનુમાનિત છે. આર્જેન્ટીનામાં મકાઈ પાકમાં જીવાતના ભયને લીધે સોયાબીનને વધુ જમીન ફાળવાઈ, તેના પગલે બ્રાઝીલ સામે મોટી સ્પર્ધા નિર્માણ થઇ છે. આર્જેન્ટીનામાં સોયાબીન વાવેતર ૮ ટકા વધ્યું છે, આ બાબત આખા વિશ્વના ભાવ પર અસર ઉભી કરશે.

- Advertisement -

હકારાત્મક અમેરિકન મકાઈ પાકના અહેવાલ અને બ્રાઝીલ વિક્રમ પાક લઈને બજારમાં આવશે ત્યારે મકાઈ અને સોયાબીનના ભાવને ઉપર જવાના માર્ગો બંધ થઇ જવાના. ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સીલ (અઈજીસી)એ તેના મે મહિનાના અહેવાલમાં કહ્યું હતું કે ઘઉં, સોયાબીન અને મકાઈ જેવા અનાજનું ૨૦૨૫/૨૬નુ ઉત્પાદન એપ્રિલ અંદાજ કરતા ૨૦ લાખ ટન વધારીને ૨૩,૭૫૦ લાખ ટન મુક્યો હતો. જે વર્તમાન મોસમના ૨૩,૧૦૦ લાખ ટન કરતા ૨.૮ ટકા વધુ હશે. અઈજીસી કહે છે કે લેટીન અમેરિકન દેશોમાં સારી ઉપજને લીધે ૨૦૨૫/૨૬નુ સોયાબીન ઉત્પાદન ગત મોસમના ૪૨૮૦ લાખ ટન સામે બે ટકા વૃદ્ધિ દાખવે છે.

ખાસ કરીને સોયાબીનનો પશુઆહાર, ઔદ્યોગિક અને માનવ ખોરાક ઉપયોગ વધવાથી, અઈસીજીએ ૨૦૨૫/૨૬નો જાગતિક અનાજ વપરાશ, ગતવર્ષના ૨૩,૩૪૦ લાખ ટનથી બે ટકા વધારીને ૨૩,૭૨૦ લાખ ટન મુક્યો હતો. અલબત્ત, અગાઉના અનુમાન કરતા આ વપરાશ ૧૦ લાખ ટન ઓછો મુકવામાં આવ્યો છે. વર્ષાંત અનાજ સ્ટોક ૫૦ લાખ ટન વધારીને ૫,૮૫૦ લાખ ટન મુક્યો હતો. જે વર્તમાન મોસમ કરતા ૪૦ લાખ ટન વધુ છે. જો કે આગેવાન નિકાસકાર રાષ્ટ્રો પાસે આ સ્ટોક વધીને ૧૫૦ લાખ ટન પડ્યો રહેવાનું અનુમાન છે. આ અગાઉ ૨૦૧૬/૧૭મા વિક્રમ પુરાંત સ્ટોક રહ્યા પછી આ વર્ષે સૌથી વધુ સ્ટોક રહેશે.

આર્જેન્ટીનાના મુખ્ય સોયા વાવેતર વિસ્તારમાં મબલખ વરસાદ વરસતા તાજેતરના દિવસોમાં ૪૦૦ મીલીમીટર જેટલું પાણી ખેતરોમાં ભરાઈ ગયું હતું. કેટલાંક વિસ્તારમાં પુર જેવી સ્થિતિ નિર્માણ થઇ હતી. આર્જેન્ટીના સોયાતેલ અને ખોળ નિકાસમાં આગેવાન દેશ છે, બુઓનીસ એરીસ ગ્રેન એક્સચેન્જનો અંદાજ છે કે આ વર્ષે સોયાપાક ૫૦૦ લાખ ટન અને મકાઈ પાક ૪૯૦ લાખ ટન આવશે. બન્ને પાક અત્યારે લાણણીનાં તબક્કામાં છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular