Thursday, June 25, 2026
HomeGujaratઈન્ડિગો ફ્લાઇટને કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યાના કલાકો બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનું પ્લેન...

ઈન્ડિગો ફ્લાઇટને કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યાના કલાકો બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનું પ્લેન પણ દુર્ઘટનાથી બચ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ઈન્ડિગોના વિમાને કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યાના કલાકો બાદ જ સદનસીબે એર ઈન્ડિયા એક્સપ્રેસના એક વિમાનમાં પણ અકસ્માત ટળ્યો હતો. કાલિકટથી દુબઈ જઈ રહેલી ફ્લાઈટમાં અચાનક કઈક સાલગવાની સ્મેલ આવી હતી. ત્યાર બાદ તરત જ વિમાનને મસ્કત તરફ વાળવામાં આવ્યું હતું. ડીજીસીએએ જણાવ્યું હતું કે, એરક્રાફ્ટના આગળના ભાગમાં એક વેન્ટમાંથી સાલગવાની સ્મેલ આવી રહી હતી.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાના થોડા કલાકો પહેલા શારજાહથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના વિશે માહિતી આપતા ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું કે પાઈલટને વિમાનમાં ટેકનિકલ ખામી જણાયા બાદ સાવચેતીના ભાગરૂપે વિમાનને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. મુસાફરોને હૈદરાબાદ લઈ જવા માટે વધારાની ફ્લાઈટ કરાચી મોકલવામાં આવી રહી છે. બે અઠવાડિયામાં કરાચીમાં ઉતરનાર આ બીજી ભારતીય એરલાઇન છે.

- Advertisement -

14 જુલાઈની સાંજે દિલ્હીથી વડોદરા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી હતી, જે બાદ સાવચેતીના ભાગરૂપે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર રીતે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં ઘણી ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હોવાના અહેવાલો છે.

છેલ્લા 48 કલાકમાં ત્રણ આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે ભારતમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. ટેક્નિકલ ખામીના કારણે ત્રણેય વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કાલિકટ, ચેન્નાઈ અને કોલકત્તામાં શુક્રવાર અને શનિવારે આ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 16 જુલાઈના રોજ એર અરેબિયાના વિમાને કાલિકટમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ સિવાય ઈથોપિયન એરલાઈન્સનું એક વિમાન પણ ઈમરજન્સીમાં કોલકાત્તામાં લેન્ડ થયું હતું. 15 જુલાઈના રોજ શ્રીલંકન એરલાઈન્સના વિમાને ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. DGCAએ તમામ ઘટનાઓની તપાસના આદેશ આપ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular