Friday, April 24, 2026
HomeGeneralવડોદરા-અમદાવાદ એક્સ્પ્રેસ હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાતા એકનું મોત, કલાકો સુધી વાહન...

વડોદરા-અમદાવાદ એક્સ્પ્રેસ હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાતા એકનું મોત, કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વડોદરા-અમદાવાદ એક્સ્પ્રેસ હાઇવે પર સામાન્ય રીતે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા હોય તેવા કિસ્સા સામે આવતા રહેતા હોય છે, પરંતુ ગઇકાલે રાતે વડોદરા-અમદાવાદ એક્સ્પ્રેસ હાઇવે પર એવો અકસ્માત સર્જાયો કે કલાકો સુધી અન્ય વાહનો માટે રસ્તો બંધ રહ્યો હતો. જોકે ઘટનાની જાણ થતાની સાથે જ અમદાવાદ ફાયરબ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો.



પ્રાથમિક જાણકારી મુજબ વડોદરા-અમદાવાદ એક્સ્પ્રેસ હાઇવે પર એક આઇસર ટેમ્પો સાથે એક મહાકાય ટ્રેલર ટકરાયું હતું જેને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે પાછળ આવતા એક અન્ય ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યું હતું અને ટ્રક રોડની સામેના ભાગે જઈને ટકરાઇ હતી જેના કારણે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનાના સંદર્ભે અમદાવાદનાં એક ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યુ હતું કે, “રાત્રિના 9.20 વાગ્યેની આસપાસ નડિયાદથી અમદાવાદ તરફ જવાના રસ્તા પર આવી રહેલા ટ્રેલર અને રોડની સાઇડમાં ઉભેલા આઇસર વચ્ચે ધડાકાભેર એક્સિડન્ટ થયો હતો. આ અકસ્માતમાં ટ્રેલરના કેબિનમાં રહેલા એલ.પી.જી સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ટ્રેલરનો એક ડ્રાઈવર જીવતો બળી ગયો હતો.”


તેમણે રેસક્યું અંગે જણાવ્યુ હતું કે, "અકસ્માતની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા રેસક્યું માટે ટીમ મોકલવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયરબ્રિગેડ દ્વારા ટ્રેલરમાં લાગેલી આગ પર કાબૂ લેવામાં આવ્યો અને ત્યાર બાદ ખોરવાયેલા વાહન વ્યવહારને પુનઃસ્થાપિત કર્યો હતો. આ અકસ્માતમાં એક 40 વર્ષીય નરેશ મહંતો નામના ડ્રાઈવરનું મૃત્યુ થયું હતું અને જ્યારે અન્ય એક ડ્રાઈવર અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમણે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા."


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular