નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આજથી કેટલાક વિસ્તારોમાં હવે પોલીસ ટેક્નોલોજીની મદદથી લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવશે. જો તમે આ વિસ્તારમાંથી નીકળવાના હોય તો વાહન ચલાવતી વખતે સ્પીડ મીટર પર નજર નહીં રાખો તો ઘરે નિયમ ભંગનો મેમો આવી શકે છે. સરખેજ-ગાંધીનગર હાઈવે પર પોલીસ સ્પીડ લિમિટની આજથી અમલવારી શરૂ થઈ છે.
અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર રોડ, સિંધુ ભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વાહન ચાલકો જો 70ની સ્પીડથી વધુની ગતિ પર વાહન ચલાવતા હશે તો તે જ સમયે તમારો મેમો બની જશે. પ્રથમ બે વાર તમને તે જ સ્થળે દંડ ફટકારવામાં આવશે અને ત્રીજી વાર જો આ ભૂલ કરી તો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવશે. પહેલીવાર પકડાશે તો રૂ.2 હજાર, બીજીવાર પકડાશે રૂ.4 હજારનો દંડ ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરખેજ-ગાંધીનગર રોડ પર અનેક ઓવર બ્રિજ છે જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા નથી તો તેવી જગ્યાઓ પર પોલીસ નિયમોનું પાલન કેવી રીતે કરાવશે તે એક મોટો સવાલ છે.
અમદાવાદના સરખેજ-ગાંધીનગર રોડ, સિંધુ ભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં સીસીટીવીમાં સ્પીડ લિમિટનું સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે. 70 થી વધુ સ્પીડે ટુ કે થ્રી વ્હીલર માટે 1500 રૂપિયા દંડ જ્યારે બીજી વખત નિયમનો ભંગ કરવા બદલ 2000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જ્યારે કાર માટે પ્રથમ વખત નિયમ ભંગ કરવા બદલ 2000 અને બીજી વખત 3000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. હેવી વ્હીકલ પ્રથમ વખત નિયમ ભંગ કરવા બદલ 4000 અને બીજી વારમાં 6 માસ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











