Sunday, November 8, 2026
HomeGeneralઅમદાવાદઃ રીંગરોડ પર વાહનચાલકો પાસે દંડના નામે ડરાવી તોડ કરતો LRD ઝડપાયો

અમદાવાદઃ રીંગરોડ પર વાહનચાલકો પાસે દંડના નામે ડરાવી તોડ કરતો LRD ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતના બે શહેરોમાં આજે ACBના હાથે લાંચીયા કર્મચારી ઝડપાયા છે. અમદાવાદમાં ટી.આર.બી અને ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી તોડ-પાણી કરતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં ACBએ ડીકોય કરીને લાંચ લેતા LRD ટ્રાફિકને ઝડપી પાડયો હતો. બીજી બાજુ અરવલ્લીમાં તલાટી કમ મંત્રી ACBની ટ્રેપમાં લાંચ લેતા ઝડપાઈ ગયો છે.



માહિતી અનુસાર, અમદાવાદના રીંગ રોડ પર આવતા જતા વાહનોને પોલીસ, હોમગાર્ડ તથા ટીઆરબીના કર્મચારીઓ વાહનો રોકીને પૈસા માગી લોકોને હેરાન પરેશાન કરતા હોવાની માહીતી ACBને મળી હતી. કર્મચારીઓ કાયદેસરના દંડ સિવાયની પોતાના અંગત સ્વાર્થ માટે લાંચના નાણાંની માંગણી કરતા હોવાની માહીતીના આધારે આજે ACBએ ડીકોયનું આયોજન કર્યું હતું. તે દરમિયાન રણાસણ ટોલનાકા પાસે આરોપી હાથી કાળુભાઇ ચૌધરી, લોક રક્ષક (LRD) (ટ્રાફીક પોલીસ સ્ટેશન)એ ડીકોયરની ઇક્કો ગાડી ઉભી રખાવી અલગ અલગ દંડ ૭૦૦૦ ભરવાનો ડર બતાવીને અંતે ૧૦૦૦ની લાંચની માંગણી કરી રકમ સ્વીકારાતા પકડાઈ ગયો હતો. ACBએ આરોપીને ડીટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી બાજુ અરવલ્લીમાં ફરિયાદીના બહેનનું લગ્ન નોંધણી સર્ટીફીકેટ કઢાવવાનું હોવાથી ફરિયાદી સખવાણીયા ગૃપ ગ્રામ પંચાયત ગયો હતો. જ્યા જયેશ જેઠાભાઈ પરમાર તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે, લગ્ન ૨૦૧૪ માં થયેલા હોવાથી રેકર્ડ જૂનું શોધવું પડશે, તેમ જણાવીને લગ્ન સર્ટીફીકેટ માટે ૧૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી ફરિયાદીએ ACBનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે આજે ACBએ લાંચના છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન એ તલાટી કમ મંત્રીએ ફરિયાદી સાથે વાતચીત કરીને લાંચ માંગી સ્વીકારતા ઝડપાઈ ગયો હતો.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular