લતીફ ભાગ-30: નરેન્દ્ર મોદી Narendra Modi ગુજરાતના મુખ્યમંત્રી Gujarat CM થયા ત્યાર બાદ દિવસના પંદરથી અઠાર કલાક કામ કરતા હતાં તેવી જ રીતે ઇ.સ. 1993-1994 નાં સમયમાં ચિમનભાઈ પટેલ Chimanbhai Patel પણ વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરતા હતાં. ઘણા દિવસો આઇ.એ.એસ. IAS અધિકારીઓ સાથેની તેમની મીટિંગનો દોર રાતના 2 વાગ્યા સુધી ચાલતો હતો. કેટલીક વખત એવું બનતુ હતું કે તેઓ મીટિંગમાં હોય ત્યારે તેમને યાદ આવે કે તેમના જનસંપર્ક અધિકારી જગદીશ ઠક્કર Jagdish Thakkar બહાર બેઠા હશે. એટલે તેઓ મીટિંગમાંથી બહાર આવી કહે અરે જગદીશ Jagdish આજે જરા મોડું થઈ ગયું, હજી મને વાર લાગશે તું ઘરે જવા નિકળ. એટલે જગદીશ ઠક્કર Jagdish Thakkar કહે સારૂ સાહેબ કાલે કેટલા વાગુ આવું? એટલે ચિમનભાઈ Chimanbhai કહે વહેલા આવવાની જરૂર નથી સવારે 7 વાગ્યા સુધીમાં આવી જાય તો પણ ચાલશે. રાતના બે વાગ્યે પણ મીટિંગ ચાલતી હોય અને સવારે ચિમનભાઈ Chimanbhai જેને મોડું ગણતા હતાં તે સવારનો સાતનો સમય હતો અને બીજા દિવસે જ્યારે જગદીશ ઠક્કર Jagdish Thakkar સીએમ CM બંગલે પહોંચે ત્યારે ચિમનભાઈ Chimanbhai તૈયાર થઈ કામ કરતા હોય.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી RajyaSabha Election ઓ હતી, ચિમનભાઈ પટેલ Chimanbhai Patel કોંગ્રેસમાં ભળી ગયા હોવા છતાં કોંગ્રેસ Congress નો એક મોટો વર્ગ ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ને કારણે રાજી ન્હોતો. જેમાં માધવસિંહ સોંલકી Madhav Singh Solanki પણ હતા, ત્યારે માધવસિંહ Madhav Singh નું કદ રાષ્ટ્રીય સ્તરે પણ ખુબ મોટું હતું. માધવસિંહ Madhav Singh મુળ કોંગ્રેસીઓને ટિકિટ આપવામાં આવે તેવું કહેતા હતાં. જ્યારે ચિમનભાઈ પટેલ Chimanbhai Patel પોતાના જુના જનતાદળને મહત્વ મળે તેવું ઈચ્છતા હતાં. ચિમનભાઈ Chimanbhai તેમના સ્વભાવ પ્રમાણે ખુબ તણાવમાં રહેવા લાગ્યા હતાં. તબીયત પણ ખરાબ હતી અને આરામ પણ કરતા ન્હોતા. તા. 17 ફેબ્રુઆરી 1994ની સવારે તેમની તબીયત બગડી, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી તરત સીએમ CM બંગલે ડૉક્ટર્સ દોડી આવ્યા અને તપાસી તેમને હોસ્પિટલ Hospital લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો પણ સારવાર મળે તે પહેલા તેમનું અવસાન થઈ ગયું. ચિમનભાઈ પટેલ Chimanbhai Patel નું અવસાન થયા બાદ તેમના અગ્નિસંસ્કાર પહેલા નવા મુખ્યમંત્રી કોણ થશે તેની ચર્ચા અને લોબિઇંગ શરૂ થઈ ગયું હતું.
ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ના અવસાન પછી હવે મુખ્યમંત્રી કોણ થશે તેનું મોટુ ધમાસાણ થયું. અમદાવાદના ખાનપુર Khanpur, Ahmedabad માં ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ની શોકાંજલિ સભામાં ચિમનભાઈ પટેલ Chimanbhai Patel નાં પત્ની ઉર્મિલાબહેન પટેલે Urmilabhen Patel પોતે મુખ્યમંત્રી થવા તૈયાર છે તેવો દાવો રજુ કરતાં કોંગ્રેસ અનેક જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. ખરેખર જેઓ મુખ્યમંત્રી થઈ શકે તેવા હતા તે સી. ડી. પટેલ CD Patel થોડા મહિના પહેલા જ મંત્રીપદ છોડી જતાં રહ્યાં હતાં. આખરે કેટલાંક દિવસોની કવાયત બાદ કોંગ્રેસે મુખ્યમંત્રીનો કળશ છબીલદાસ મહેતા Chhabildas Mehta ના શિરે મુક્યો હતો. સ્વભાવે સામ્યવાદી વિચાર ધરાવતા અને નાણા વિભાગનો હવાલો સંભાળતા છબીલદાસ Chhabildas લો પ્રોફાઈલ અને જમીની નેતા હતાં. કોઈ પ્રકારના વિવાદથી પોતાને દુર રાખતા છબીલદાસ Chhabildas ને મુખ્યમંત્રીનું સળગતું ઘર સંભાળવાનો સમય આવ્યો હતો કારણ ત્યારે કોંગ્રેસ બહુ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી.
જો કે છબીલદાસ Chhabildas કોંગ્રેસમાં હોવા છતાં તેમને કોંગ્રેસમાં સામેલ ગુનેગારો અને ગુનેગારો સાથે સંબંધ રાખતા કોઈપણ નેતા સાથે ઘનિષ્ઠતા ન્હોતી. તેના કારણે પોતાના કામમાં આગળ વધવાની પોલીસને વધુ મોકળાશ મળી હતી. છબીલદાસ Chhabildas મુખ્યમંત્રી થતાં ક્રાઈમ બ્રાન્ચે Crime Branch પહેલુ રાજકિય ઓપરેશન પાર પાડ્યું હતું, તે ગજ્જુખાન પઠાણ Gajjukhan Pathan નું હતું. ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ના અંગત ગણાતા અને લતીફ Latif ગેંગના સંખ્યાબંધ લોકો સાથે સંકળાયેલા શાહઆલમ ShahAlam area વિસ્તારના ગજ્જુખાન Gajjukhan કોપોર્રેટર પણ હતો. ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકારમાં તે ધારે તેવું કરી શકતો હતો. તે ઈચ્છે ત્યારે મુખ્યમંત્રીની ચેમ્બરમાં મીટિંગની રાહ જોતા આઇ.એ.એસ. IAS અને આઈપીએસ IPS બેઠા હોય તો પણ ગજ્જુખાન Gajjukhan ને ચિમનભાઈ પટેલ Chimanbhai Patel પ્રાધાન્ય આપતા હતાં. આ બધી બાબત આઈપીએસ IPS અધિકારીઓને ખટકતી હતી કારણ તેઓ ગજ્જુખાન Gajjukhan ની પ્રવૃત્તીઓ જાણતા હતાં પણ સિસ્ટમ સામે તેઓ લાચાર હતાં પરંતુ હવે ચિમનભાઈ પટેલ Chimanbhai Patel રહ્યા ન્હોતા.
ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના બે સ્થળે રીમાન્ડ રૂમ ચાલતા હતાં. એક અમદાવાદ Ahmedabad ની ગાયકવાડ હવેલી Gaekwad Haveli અને બીજો અમદાવાદથી 40 કિલોમીટર દુર ખેડા પોલીસ હેડક્વાર્ટર હતું. આખો દિવસ શાંત રહેતી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં રાતનાં દસ વાગે એટલે કામગીરી શરૂ થતી હતી. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની ઊંચી દિવાલોની પાછળ શું થઈ રહ્યું છે તેની કોઈને ખબર પડતી ન્હોતી, પણ રાત પડે અને ઓ બાપા રે મરી ગયો… સાબ મેને કુછ નહીં કિયા, અલ્લાહ કી કસમ… સબ બોલ દુંગા સાબ બસ કરો… જેવી ચીસોથી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની દિવાલો પણ ધ્રુજી જતી હતી. રોજ સવાર પડે અને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની ટીમ શહેર અને શહેર બહાર પચાસ-સાઈઠ ગુનેગારોને ઉપાડી લાવતી હતી અને રાત પડે એટલે ડીસીપી એ. કે. સુરોલિયા DCP AK surolia સહિતના અધિકારીઓ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવતા હતાં. આવુ રોજ વહેલી સવાર સુધી ચાલતુ હતું. પકડાયેલા કેટલાંક લોકઅપમાં જતા હતાં જ્યારે કેટલાંકને ઘરે જવાની રજા મળતી હતી.
ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માટે હજી મહત્વનો સવાલ હતો કે નારોલ Narol થી જે ટ્રક હથિયાર ભરી દરિયાપુરમાં આવી તે ક્યાં ગઈ હતી? કારણ હજી સુધી એક પણ હથિયાર Weapon અને હેન્ડગ્રેન્ડ પોલીસને મળ્યાં ન્હોતા. એકડે 1થી શરૂઆત કરવાની હતી, નારોલથી હથિયારની ટ્રક શહેરમાં કોણ લઈ આવ્યું તેવો પ્રશ્ન ઊભો થયો ત્યારે પહેલું નામ આવ્યું ગજ્જુખાન પઠાણ Gajjukhan Pathan નું. સુરોલિયા Surolia એ પોતાના અધિકારીઓની સામે જોયું અને તેઓ સમજી ગયા. ગજ્જુખાન Gajjukhan એક રાજકિય નેતા પણ હતો, તેને ખબર હતી કે ભાગી જવાનો કોઈ અર્થ નથી. પોલીસનું તેડું આવતા તે પોતે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch સામે આવી ગયો. ડીસીપી એ. કે. સુરોલિયા DCP AK surolia નો તાપ બહુ હતો. તેઓ બોલે ઓછું અને કામ વધારે કરે. ગજ્જુખાન Gajjukhan ને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવ્યાના એક દિવસ પછી તેણે અધિકારીઓને પુછ્યું મને શું કામ બોલાવ્યો છે? અધિકારીઓએ કહ્યું અમને ખબર નથી, ડીસીપી DCP સાહેબની સુચના છે. પણ ગજ્જુખાન Gajjukhan ને પ્રશ્ન થતો હતો કે ડીસીપી DCP તો મને કઈ પુછતાં નથી. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવતા પહેલા ગજ્જુખાને Gajjukhan સંખ્યાબદ્ધ નેતાઓને ફોન કરી ડીસીપી સુરોલિયા DCP Surolia ને પોતાની ભલામણ કરવા માટે વિનંતી કરી હતી, પણ હવે સમિકરણો અને રાજકિય માહોલ બદલાયો હતો. એક પણ નેતાએ ગજ્જુખાન Gajjukhan માટે એક પણ ફોન કર્યો ન્હોતો. મુખ્યમંત્રી છબીલદાસ Chhabildas પોલીસની કોઈ કામગીરીમાં દખલ કરવા માગતા ન્હોતા.
રોજ રાત પડે એટલે 10 વાગ્યાના સુમારે એ. કે. સુરોલિયા AK Surolia ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવે. પોતાની ઓફિસમાં ફાઈલ લઈ બેસે એટલે એક પોલીસવાળો ગજ્જુખાન Gajjukhan ને લઈ સુરોલિયા Surolia ની ચેમ્બરમાં આવે. એક ગુનેગારને જેમ ઉભડક પગે નીચે બેસાડે તેમ ગજ્જુખાન Gajjukhan ને ચેમ્બરના એક ખુણામાં બેસી જવાની સુચના આપે. એક સમય જે મુખ્યમંત્રીની ચેમ્બરમાં રોકટોક વગર જઈ શકતો હતો તે ગજ્જુખાન એક ડીસીપી DCP ની ચેમ્બરમાં ઉભડક પગે બેસતો હતો. સુરોલિયા Surolia તેની સાથે કોઈ વાત કરે નહીં એક પણ પ્રશ્ન પુછે નહીં. દરેક ફાઈલ પુરી થાય ત્યારે ગજ્જુ Gajju ને થાય કે હવે ડીસીપી DCP તેને પ્રશ્ન પુછશે અથવા સર્વિસ (માર પડશે) કરશે, પણ તેવું કઈ થાય નહીં. ગજ્જુખાન Gajjukhan નો જીવ તાળવે ચોટી રહે. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવતા પહેલા ગજ્જુએ સાંભળ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં ક્યા ક્યા પ્રકારની થર્ડ ડિગ્રી આપવામાં આવે છે. આવુ 4-5 રાત ચાલ્યુ, રાતે સુવા ન મળે અને દિવસે ડરના માર્યા ઉંઘ આવે નહીં. એક રાતે રોજ પ્રમાણે ગજ્જુખાન Gajjukhan ને લઈ પોલીસવાળો સુરોલિયા Surolia ની ચેમ્બરમાં દાખલ થયો. થોડીક ક્ષણો પસાર થઈ હશે ત્યારે ગજ્જુ Gajju એ હિમંત કરી કહ્યુ સર આપ કહો તો મેં સબ બોલને કો તૈયાર હું. સુરોલિયા Surolia એ તેની સામે જોયું. તેમના ચહેરા ઉપર કોઈ ભાવ ન્હોતો. તેમણે પોતાના ટેબલ ઉપર પડેલી ફાઈલ બંધ કરી અને ગજ્જુ Gajju સામે જોયું. તે બધુ બોલવા લાગ્યો, સુરોલિયા Surolia તેને સાંભળતા રહ્યાં. ગજ્જુ Gajju જે બોલી રહ્યો હતો તે બધુ સાચુ જ હતું, જે સુરોલિયા Surolia જાણતા હતા પણ તેમને ગજ્જુખાન Gajjukhan ના મોંઢે તે સાંભળવુ હતું. </p>
સવાર સુધી ગજ્જુ Gajjukhan પહેલાથી છેલ્લાં સુધી બધું કહેતો ગયો. સવારે સુરોલિયા Surolia એ ગજ્જુખાન Gajjukhan સામે કેટલાક કાગળો મુક્યા. ગજ્જુ Gajju એટલો ડરેલો હતો કે તેણે કાગળમાં શું લખ્યુ છે તે વાંચ્યુ પણ નહીં અને તેની ઉપર સહી કરી દીધી. વાત દરિયાપુર સુધી પહોંચેલા સ્ફોટકો અને હથિયારોની હતી પણ દરિયાપુરમાંથી હથિયારો ક્યાં ગયા તે શોધવાનું હજી બાકી હતું.
(ક્રમશ:)
PART – 29 | ગીથા જોહરી ના હાથમા લાકડી હતી પણ આંખમાથી આંસુ વહી રહ્યા હતા
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









