Wednesday, September 2, 2026
HomeGujaratઅમદાવાદના હુક્કાબારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ બાદ FSLમાં ચોંકવાનારો ઘટસ્ફોટ, હર્બલના નામે...

અમદાવાદના હુક્કાબારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ બાદ FSLમાં ચોંકવાનારો ઘટસ્ફોટ, હર્બલના નામે નશાનો કારોબાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં સાંજ ઢળતાની સાથે જ શહેરના પોશ ગણાતા એસી.જી. હાઈવે અને સિંધુભવન રોડ જેવા વિસ્તારમાં રોનક છવાઈ જાય છે. આ વિસ્તારોમાં અનેક જગ્યાએ કેફેમાં હર્બલ હુક્કા પિરશવામાં આવતા હોય છે. જોકે ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતાં હર્બલ હુક્કાના નામે નશાયુક્ત હુક્કા પણ પિરશવામાં આવતા હોય છે. તાજેતરમાં સ્ટેટ મોનિટંરીંગ સેલ દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સેક્રેડ નાઈન નામના કાફેમાં 60 વઘુ યુવક-યુવતીઓ હુક્કાના દમ મારતા ઝડપાયા હતા.

સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કેફેની આડમાંથી હુક્કાબાર મળી આવતા સ્ટેટ મોનીટરીંગ દ્વારા હુક્કામાં કોઈ કેફી પ્રદાર્થ છે કે નહીં તે જાણવા માટે ફ્લેવરના 13 અને હુક્કાઓના 29 મળીને કુલ 42 સેમપ્લને FSL માટે મોકલવામાં આવ્યા હતા અને આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ જાણવાજોગની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવી હતી. જોકે આજ કેફે પર અગાઉ પણ સરખેજ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ બાદ સરખેજ પોલીસ ઉંઘમાંથી ઊઠી હોય તે પ્રકારે કામગીરી કરી હતી. સેક્રેડ નાઈન કેફે પર સ્ટેટ મોનીટરીંગ સેલની રેડના 6 મહિના અગાઉ સરખેજ પોલીસે રેડ કરી હતી. જેનો FSL રિપોર્ટ 3 મહિના અગાઉ આવી ગયો હતો. જેમા ગુનાહીત ક્રૃત્ય હોવાનું સામે આવ્યુ હતું, પરંતું સરખેજ પોલીસ દ્વારા કોઈ કારણસર આ રિપોર્ટ અંગે કાર્યવાહી જે તે સમયે કરવામાં આવી ન હતી, પરંતું સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ બાદ સરખેજ પોલીસમાં ફફળાટ મચતા 6 મહિના અગાઉના કેસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એમ. કણસાગરાએ ફરિયાદ આપતા હુક્કાબારના સંચાલક કેવલ પટેલ સામે સિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદનના વેપાર અને જાહેરાત અધિનિયમની કલમ મુજબ પોલીસે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ત્યારે હવે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરીને સેમ્પલને FSL માટે મોકલી આપ્યો હતો તેનો રિપોર્ટ આજે આવી ગયો છે. સેક્રેડ નાઈન કેફેમાંથી લેવામાં આવેલા તમામ સેમ્પલમાંથી નિકોટીનની હાજરી હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે. રિપોર્ટના આધારે સ્ટેટ મોનીટરીંગ દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં હુક્કાબારના સંચાલક અને માલિક સામે ગુનો દાખલ કર્યો છે. ઉપરાંત કેવલ મહેન્દ્રભાઈ પટેલ, ધ્રુવ રાકેશભાઈ ઠાકર, આશિષ વિષ્ણુભાઈ પટેલ, કરણ વિષ્ણુભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular