નવજીવન.અમદાવાદ: કહેવાય છે કે ઈશ્વર દરેકની વ્યક્તિગત દરકાર લઈ શકતો નહોતો એટલે એણે માંનું સર્જન કર્યું છે, પણ આ ઘટના જાણ્યા પછી લાગે છે કે આવા કેટલાક દીકરાઓ આટલી સરળ વાત પણ સમજી શકતા નથી ! અમદાવાદમાં એક પુત્રએ ઘર ખાલી કરાવવા માટે વૃદ્ધ માતા પર એસિડ ફેંકી દીધું છે. આ બનાવમાં વૃદ્ધને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 59 વર્ષની એક વૃદ્ધ મહિલા તેના બે સંતાનો સાથે રહે છે. વૃદ્ધ મહિલા તેના નાના દિકરા સાથે નીચેના માળે અને મોટો દિકરો ઉપરના માળે રહે છે. ગઈકાલ રાત્રે 12 વાગે જ્યારે વૃદ્ધ મહિલા બાથરૂમ માટે જઈ રહ્યા હતા તે દરમિયાન તેનો મોટો દિકરો અને તેની પત્ની વૃદ્ધાને મકાન ખાલી કરવાનું કહીને ગાળો આપી રહ્યા હતા.
જો કે દિકરાની પત્નીનું આટલાથી મન ન ભરાયું તો એસિડ જેવું પ્રવાહી લઈને આવી અને દિકરાએ પોતાની વૃદ્ધ માતા પર એક ક્ષણ વિચાર કર્યા વગર જ તેની પર ફેંકી દીધું. વૃદ્ધ મહિલા પર એસિડ પડતાં જ તેણે બૂમાબૂમ કરતા નાનો દિકરો આવી પહોંચ્યો હતો અને વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયો હતો. વૃદ્ધ પર એસિડ પડતાં કપડાં ઉપર કાણા પડી ગયા હતા ઉપરાંત ડાબા હાથ ઇજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે પુત્ર અને તેની પત્ની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












