Monday, June 29, 2026
HomeGeneralમુંબઈ પોલીસે અમદાવાદ બ્લાસ્ટના 18 આરોપીઓની કરી હતી ધરપકડ, આવો તેમની ભૂમિકા...

મુંબઈ પોલીસે અમદાવાદ બ્લાસ્ટના 18 આરોપીઓની કરી હતી ધરપકડ, આવો તેમની ભૂમિકા જાણીએ

- Advertisement -

નિકુંજ પટેલ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના ૨૬ જુલાઇ 2008ના 56 જણાનો ભોગ લેનારા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જ્યારે 11 દોષિતોને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. ભારતના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અગાઉ મુંબઈના 12 માર્ચ 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે ૧૨ આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી.



અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ઉપયોગમાં લેવાયેલી ચોરીની કારનું પગેરું મેળવી મુંબઈ પોલીસે પહેલી વખત ઇન્ડિયન મુજાહિદ્દીન મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને ૧૮ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી અમદાવાદની કોર્ટે સાત આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. જોઈએ કોણ છે આ આરોપીઓ અને તેમણે અમદાવાદ અને સુરત બ્લાસ્ટમાં ભજવેલી ભૂમિકા.

૧. અફઝલ મુતલ્લીબ ઉસ્માની
ઇન્ડિયન મુજાહિદ્દીનના રિયાઝ ભટકલના ઈશારે અફઝલ ઉસ્માનીએ તેના સાગરિતો મારફતે નવી મુંબઇ વિસ્તારમાંથી કાર ચોરી કરાવીને તેનો ઉપયોગ અમદાવાદ બ્લાસ્ટમાં કર્યો હતો.

- Advertisement -

૨. મોહંમદ સાદિક ઇસરાર અહેમદ શેખ
ઇન્ડિયન મુજાહિદ્દીનના ફાઉન્ડર મેમ્બર સાદીક શેખે અમદાવાદ અને સુરત ઉપરાંત દેશભરમાં થયેલા બ્લાસ્ટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં મુંબઈ પોલીસે તેને તાબામાં લીધા બાદ પૂછપરછ કરતા તેને બાટલા હાઉસ માં તેના સાગરિતો છુપાયા હોવાની ચોંકાવનારી માહિતી આપી હતી.



૩. મોહમ્મદ આરીફ ઉર્ફે આરીફ બદર બદરુદ્દીન શેખ
મોહમ્મદ આરીફ સાદીક શેખ નો ખાસ સાગરીત હતો. મોહમ્મદ આરીફે બોમ્બમાં ટાઈમર લગાવવાની કામગીરી કરી હતી.સાદિકે તેને ટ્રેનિંગ લેવા માટે પાકિસ્તાન પણ મોકલ્યો હતો.

૪. અકબર ઈસ્માઈલ ચૌધરી ઊર્ફે સઈદ
રીયાઝ ભટકલના આ સાગરીતે કર્ણાટકના ભટકલથી વિસ્ફોટક લઈને કારમાં અમદાવાદ અને સુરતમાં ડિલિવરી કરી હતી. મોહમ્મદ અકબર ચૌધરીને હૈદરાબાદના બોમ્બ બ્લાસ્ટ કેસમાં પણ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

૫. ફઝલે રહેમાન ઉર્ફે સલાઉદ્દીન મુત્સદીખાન દુરાની
ફઝલે રહેમાન સાદીકનો ખાસ સાગરીત છે અને વિસ્ફોટક સામગ્રી એકઠી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

- Advertisement -

૬. અહમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવી
રીયાઝ ભટકલના આ સાગરીતે મેંગ્લોરથી આરડીએક્સ તથા અન્ય સામગ્રી લકઝરી બસમાં ડિલિવરી કરવાનું કામ કર્યું હતું.

૭. આરીફ ઊર્ફે હસંનં બસીરુદ્દીન શેખ
આરીફ મૂળ પુણેનો રહેવાસી છે અને રિયાઝ ભટકલ ના ઈશારે પુણેથી વિસ્ફોટક સામગ્રી transporting નું કામ કર્યું હતું.


- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular