Wednesday, July 22, 2026
HomeGeneralઅમદાવાદમાં પહેલા વરસાદમાં જ વાહનો ટપોટપ રસ્તા પર લપસ્યા, જુઓ Video

અમદાવાદમાં પહેલા વરસાદમાં જ વાહનો ટપોટપ રસ્તા પર લપસ્યા, જુઓ Video

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ગઇકાલ રાતથી અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. તેવામાં પહેલા જ વરસાદમાં વાહન ચાલકો અસમજંસમાં મુકાતા અક્સમાતનો સામનો કરવો પડ્યો છે. સાબરમતી નદી પર આવેલા આંબેડકર બ્રિજ પર આજે સવાર કોઈ કારણોસર અચાનક જ વાહનો લપસ્યા હતા. અનેક વાહનચાલકો રોડ પરથી લપસી જતા ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે અન્ય લોકોએ આ વાહન ચાલકોને લપસતા જોઈને વાહનની સ્પીડ ઘીમી કરી નાખી હતી.



અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, વરસાદના કારણે રોડ ભીના થતાં અવાર-નવાર અકસ્માતના બનાવ સામે આવતા હોય છે. પરંતુ આજે સવારના સમયે અમદાવાદના ખોડીયારનગર અને ચંદ્રનગરને જોડતો આંબેડકર બ્રિજ પર અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. સવારમાં 9 વાગ્યાની આસપાસ આંબેડકર બ્રિજ પર અચાનક જ વાહન હાકતી સમયે રોડ પરથી લપસી પડ્યા હતા. આ અક્સમાતમાં કેટલાક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી. સવારે મોટા ભાગના લોકો નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. વાહન ચાલકોને લપસ્તા જોઈને અન્ય વાહનોએ પણ ગતિ ઘીમી કરી નાખી હતી.

આ ઘટના રિસરફેસની કામગીરી ન કરી હોવાના કારણે બની હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. તો બીજી બાજુ વાહનમાં ચોટેલું ઓઈલ પહેલા વરસાદના કારણે રોડ પર ઢળવાના કારણે રોડ ચીકણો થઈ જવાના કારણે આ ઘટના બની હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે આ ઘટના બનવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજી સુઘી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની હાલત અતિ બીસ્માર છે. રસ્તા પર અનેક ખાડાઓ છે અને રોડ ખરાબ એન્જીનીયરીંગનો ઉત્તમ નમુનો બની ગયો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બનાવ બાદ રોડ રીપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવશે કે નહીં.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular