નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં 145મી રથયાત્રા નિમિતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન સરસપુર નજીક ગુસ્સાથી લાલઘૂમ થયેલા મહંત દિલીપદાસ અને રથ ખેંચનારા ખલાસીઓ વચ્ચે ચકમક થઈ હતી. દરમિયાન કેટલાક વચ્ચે પડ્યા અને મામલો અંતે શાંત થયો હતો. ખલાસીઓને રથ પર બેઠેલા જોઈ દિલીપદાસનો તાપ ચઢ્યો હતો.
અમદાવાદનામાં જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. સવારથી ચાલી રહેલી આ રથયાત્રા દરમિયાન જ્યારે ત્રણે રથ સરસપુર નજીક પહોંચ્યા ત્યારે માઈકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને દુરથી ભગવાનના દર્શન થતા નથી તેથી લોકોને રથ પરથી ઉતરી જવાનું કહેવાયું હતું. જોકે દરમિયાન પણ સુભદ્રાજીના રથ પર કેટલાક ખલાસીઓ બેઠા હતા. જ્યારે મહંત દિલીપદાસે આ જોયું તો તુરંત તેમણે આકરા શબ્દોમાં તમામને નીચે ઉતરી જવા કહ્યું. જે તે સમયે થોડી ચકમક થઈ પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ માહોલને ઠંડો પાડ્યો હતો.
વારંવાર લોકો રથ પર બેસી જતા હોવાને કારણે સામાન્ય જનતાને દુરથી ભગવાનના દર્શન કરવા હોય તો તે થઈ શક્તા ન્હોતા. તેના પગલે તેમને દુર રહેવાનું કહેવાયું હતું. જોકે મહંત દિલીપદાસ ગુસ્સે ભરાઈ જશે તેવો કોઈને અંદાજ ન્હોતો કારણ કે તેઓ તો સંત છે, પણ આખરે તો તેઓ પણ સામાન્ય માણસ છે, અકળાઈ ગયા અને તેમનો તાપ ખલાસીઓ પર પડ્યો હતો. આ કારણે લગભગ પોણા એક કલાક સુધી રથ ત્યાં જ ઊભા રહી ગયા હતા. મામલો ઠંડો પડ્યો પછી રથયાત્રા ફરી નિર્ધારિત રૂટ પર આગળ ચાલી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












