નવજીવન.અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ભગીરથ પ્રયાસ કરવામા આવ્યો છે. હાલમાં ચાલી રહેલી લોકરક્ષક અને પી.એસ.આઈની ભરતી પ્રક્રિયામાં પોલીસ પરિવારના સભ્ય પણ આયોજનબધ્ધ તૈયારી કરી શકે તે માટે જી.પી.એસ.સીની તૈયારી કરાવતી ” આદર્શ ઓનલાઇન એજ્યુકેશન” નામની સંસ્થા સાથે સંકલન કરવામા આવ્યું છે.
તાજેતરમા ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં પી.એસ.આઈ/ એ.એસ.આઇ / લોકરક્ષક આશરે દસલાખ જેટલા ફોર્મ ભરાયા છે, તેની સામે ઘણી ઓછી જગ્યાઓ છે. હરિફાઈ ખૂબ જ વધારે છે. ઉમેદવારો મહેનત પણ એટલી જ કરે છે . સામે પક્ષે પરીક્ષામાં સફળતા મેળવવા માટે ઉમેદવારો પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં ફી ભરી અને માર્ગદર્શન મેળવે છે. હાલમા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપતી ઘણી બધી સંસ્થાઓ છે અને દરેકનું પોતાનું ફીનું અલગ અલગ ધોરણ છે.
તેવામાં પોલીસ પરિવારના સભ્યો પોલીસ વિભાગમાં જોડાય અને તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા “આદર્શ ઓનલાઇન એજ્યુકેશન” નામની સંસ્થા સાથે સંકલન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી/અધિકારીના પરિવારના કોઈ સભ્ય આ પરીક્ષા આપવાના હોય તેમને આદર્શ સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવેલી આયોજનનો લાભ હાલમા આશરે 500 જેટલા પોલીસ પરિવારના સભ્યો લઈ રહ્યા છે અને હજી ઘણા વધારે જોડાશે એવું લાગી રહ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા સંજય શ્રીવાસ્તવના આયોજનને વખાણવામાં આવી રહ્યું છે તેમજ આ આયોજન માં સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરી અને નાયબ પોલીસ કમિશનર અમિત વસાવા દ્વારા અંગત રસ લઈને આ આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ બંદોબસ્ત અને ચોવીસ કલાક જનતાની સેવામા ખડે પગે રહેતી હોવાને કારણે પોતાના પરિવારને પૂરતો સમય આપી શકાતો નથી. પોતાના પરિવારમા સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને ,તેને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા આયોજન કરવામા આવ્યું છે.
તેમાં વિનામૂલ્યે પોલીસ પરિવારના સભ્યોને શિક્ષણ અને માર્ગદર્શન આપતી “આદર્શ ઓનલાઇન એજ્યુકેશન” સંસ્થા પોતાનું યોગદાન આપી રહી છે. તેનો પણ આભાર સમાજ દ્વારા માનવો રહ્યો. ભવિષ્યમાં આખા ગુજરાત પોલીસ વિભાગમાં પણ આવું આયોજન થાય એવો ગણગણાટ અંદરો અંદર સંભળાઈ રહ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












