Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ: પોલીસ લાઈનમાં ખૂની ખેલ! પત્નીએ પોલીસ પતિની હત્યા કરી પોતે પણ...

અમદાવાદ: પોલીસ લાઈનમાં ખૂની ખેલ! પત્નીએ પોલીસ પતિની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો, ભારે ચકચાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદમાં એક સનસનાટીભર્યા હત્યા અને આપઘાતના કિસ્સાથી સમગ્ર શહેર અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. દાણીલીમડા પોલીસ લાઈનમાં એક પત્નીએ પોતાના પોલીસ પતિને માથામાં પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધો અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, મૃતક પોલીસકર્મીનું નામ મુકેશ પરમાર છે અને તેઓ શહેરના એ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મુકેશ પરમાર અને તેમની પત્ની વચ્ચે કોઈ પારિવારિક કારણોસર જોરદાર ઝઘડો થયો હતો. આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આવેશમાં આવેલી પત્નીએ મુકેશ પરમારના માથામાં પથ્થરના ઘા ઝીંકી દીધા.

- Advertisement -

ગંભીર રીતે ઘાયલ અને લોહીલુહાણ હાલતમાં મુકેશ પરમારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ભયાવહ કૃત્ય બાદ પત્ની ઘરે પરત ફરી અને કાયદાના સકંજામાં આવવાના ડરથી કે પસ્તાવાના કારણે પોતે પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું.

આ ઘટનાની જાણ થતા જ દાણીલીમડા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પતિ-પત્નીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં હત્યા અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ લાઈન જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular