Wednesday, December 11, 2024
HomeGujaratAhmedabadદેશમાં પ્રથમવાર અમદાવાદ પોલીસે આ કામ કરી બતાવ્યું, સર્વર ક્રેશ કરી હજારો...

દેશમાં પ્રથમવાર અમદાવાદ પોલીસે આ કામ કરી બતાવ્યું, સર્વર ક્રેશ કરી હજારો લોકોને બચાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: લોન માટે જો તમને કોઈ ફોન કરે તો સમજી જજો હવે તમે મર્યા કારણ કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી લોન એપ્લિકેશનના નામે છેતરપિંડી (Fraud) કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે લોન એપ્લિકેશન ફ્રોડ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચને (Ahmedabad Cyber Crime Branch)મોટી સફળતા મળી છે. દેશમાં પ્રથમવાર લોન એપ્લિકેશન ફ્રોડ કેસમાં પોલીસને સર્વર લોકેટ કરવામાં સફળતા મળી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચેદિલ્હીના નોઈડામાંથી ડેટા સેન્ટરને ઝડપી પાડ્યું છે. જ્યાંથી હજારો લોકોને ફોન કરીને લોન એપ્લિકેશનના નામે છેતરપિંડિ કરવામાં આવતી હતી.

ગુજરાતમાં થતાં સાયબર ક્રાઈમમાં સૌથી વધુ હાલ લોન એપ્લિકેશન ફ્રોડની ફરિયાદો સામે આવી રહી છે. અલગ-અલગ ઈન્સટન્ટ લોન એપ્લિકેશનમાંથી ઉચા દરની લોન મળતી હોય છે. જેથી પૈસાની જરૂરીયાત વાળા લોકો આ પ્રકારની એપ ડાઉનલોડ કરીને લોન મેળવતા હોય છે. આ પૈસાની ભરપાઈ કરવા માટે 7 દિવસની મુદત આપવામાં આવતી હોય છે. જ્યારે એપ ડાઉનલોડ કરતી વખતે કોન્ટેક્ટ, ગેલેરી સહિતનું એક્સેસ માગવામાં આવતું હોય છે. જેથી આપણા મોબાઈલની સમગ્ર માહિતી સામે વાળા વ્યક્તિ પાસે પહોંચી જતી હોય છે. આ લોનના પૈસાની ભરપાઈ કરવા માટે લોન લેનારોનો સપંર્ક કરીને અન્ય એપ મારફતે લોન લેવડાવવામાં આવતી હોય છે અને આ લોનની ભરપાઈ કરવામાં ન આવે તો લોન લેનારાના ફોટો વિડીયો મોર્ફ કરીને બિભસ્ત ફોટો મોકલીને લોનનાં પૈસાની ભરપાઈ કરવા માટે બેલ્કમેઈલ કરવામાં આવે છે.

- Advertisement -

ગુજરાતમાં સતત આ પ્રકારની ફરિયાદ સામે આવતા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા CID ક્રાઈમમાંથી આ પ્રકારની ફરિયાદોનો ડેટા લેવામાં આવ્યો હતો. આ ટેડાનું 3 મહિના સુધી એનાલીલસ કર્યા બાદ મોટા ભાગના ફોન કઈ જગ્યાએથી કરવામાં આવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં દિલ્હીના સર્વરની વિગત મળતા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમે દિલ્હીના નોઈડામાં આવેલા ડેટા સેન્ટર પર રેડ કરીને સર્વર ઝડપી પાડ્યું હતું. જેમાં હજારો લોકોને આ સર્વરથી કોલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. આ ડેટા સેન્ટર પરથી પોલીસે ગૌરવ સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ગૌરવસિંહની પુછપછ કરવામાં આવતા આ સર્વર ટેક્નિકલ મેનજ પુનાના વિજય કુંભાર કરતો હોવાનું સામે આવતા પોલીસની બીજી ટીમ દ્વારા પુનામાંથી વિજય કુંભારને ઝડપી પાડવામાં આવ્યો હતો. Concord અને zebron નામની કંપનીના સર્વરથી લોન એપ્લિકેશનના નામે ફ્રોડ કરવામાં આવતું હતું. બંને આરોપીને મહિને બે લાખના પગાર પર રાખવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ સર્વર અને કોલિંગ લાઈન પુરી પાડતા હતા.

પોલીસને આ સર્વરમાંથી 50 ટીબીનો ડેટા મળી આવ્યો છે. સામાન્ય રીતે એક ટીબી એટલે 100 જીબી થાય છે. એટલે 50 ટીબી એટેલે 50 હજાર જીબીનો ડેટા પોલીસને મળી આવ્યો હતો, જેમાં એપ્લિકેશનથી લોન લેનારાના ફોટા અને તેના ફોનમાં રહેલી તમામ વિગતોનો સમાવેશ થાય છે. હાલ પોલીસે સર્વરને ક્રેશ કરી નાખ્યું છે. જેથી લોન લેનારા લોકોને આ પ્રકારના ફોન કોલ ન આવી શકે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ સર્વરમાં મોટા ભાગના IP એડ્રસ ચાઈનાના છે. સાથે જ સર્વરનું ઓપરેટિંગ પણ ચાઈનાથી કરવામાં આવતું હતું. એપ્લિકેશનથી લોન લેનારા લોકોનો ડેટા ચાઈનામાં મોકલવામાં આવતો હતો. પોલીસે જે બે આરોપીને પકડ્યા છે તેમનો પગાર પણ ચાઈનાથી કરવામાં આવ્યા હતો. હાલ સમગ્ર કેસમાં મુળ ભારતનો વ્યક્તિ ચાઈનાથી સર્વર ઓપરેટ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. લોન લેનારા પાસેથી બ્લેકમેઈલ કરીને જે પૈસા પડાવવામાં આવતા હોય છે તે બિટ કોઈન મારફતે ચાઈના મોકલવામાં આવે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular