નવજીવન ન્ચૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં આગામી 27મી ઓગસ્ટે એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં અમદાવાદ પોલીસના અધિકારીઓ કર્મચારીઓ અને લોકો સહિત મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી સહિતના નેતાઓ પણ ભાગ લેશે. આ મેરેથોનમાં 1 લાખ લોકો ભાગ લેશે તેવો હાલ અંદાજ છે. જો શક્ય બનશે તો રાષ્ટ્રીય નેતાઓ પણ આ દોડનો હિસ્સો બનશે.
આગામી 27મી ઓગસ્ટ અમદાવાદ માટે કાંઈક અલગ જ દિવસ સાબીત થાય તો નવાઈ નહીં. કારણ કે અમદાવાદના રસ્તાઓ પર આ દિવસે સાંજે 5 વાગ્યાથી એક મેરેથોન દોડની શરૂઆત થશે. જેમાં 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની દોડ થશે. પ્રથમ બેમાં દોડના રસીકો (Fun Run) પણ ભાગ લેશે જ્યારે પ્રોફેશનલ રનર્સ 10થી 21 કિલોમીટર (Timing) દોડ પુરી કરશે. આ દોડમાં નેતાઓ, પોલીસ અધિકારીઓ કર્મચારીઓ, ગુજરાતી કલાકારો પણ ભાગ લેશે. જે દોડ રાત્રે 10.30 સુધી પૂર્ણ થશે. જેમાં અલગ અલગ ઈનામ પણ છે જેની વિગતો પણ અહીં આપને દર્શાવી છે.
રૂટ પરના સ્ટેજની વિગતો
અમદાવાદ પોલીસ દ્વારા આ આયોજન ડ્રગ્સના બંધાણીઓમાં સ્વાસ્થ્યની જાગૃતિ માટે કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરથી નિશ્ચિત રૂટ પર 23 સ્ટેજ મુકવામાં આવ્યા છે. જેમાં આંબેડકર બ્રીજ પર પોલીસ બેન્ડ શો, અંજલી ચાર રસ્તા પર નેવી બેન્ડ શો, ધરણીધર દેરાસર પર સીઆરપીએફ બેન્ડશો, માણેકબાગ ખાતે મેઘધનુષ્ય બેન્ડ, નહેરુનગર ખાતે મિલિટ્રી બેન્ડ શો, શિવરંજની પર નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનું સ્ટેજ, જોધપુર ચાર રસ્તા પર પોલીસ ડોગ શો, ઈસરો ચાર રસ્તા પર ડિફેન્સ વેપન ડિસ્પ્લેનું સ્ટેજ, ઈસ્કોન ચાર રસ્તા પર એનસીસી બેન્ડ શો, પકવાન ચાર રસ્તા પર મિરાંદે શાહ શો, નવરસ્ત બિઝનેસ પાર્ક ખાતે પોલીસ આર્ટ શો, જજીસ બંગલો ખાતે દિવ્યાંગ આર્ટ શો, માનસી ચાર રસ્તા પર કિડ્સ રેમ્પવૉક શો. કેશવબાગ ખાતે ભારતીય પરંપરાગત નૃત્ય, અંધજન મંડળ પાસે પ્રજ્ઞાચક્ષુ આર્ટ વર્ક, આઈઆઈએમ ગેટ પાસે સ્વતંત્રતા સેનાની શો, પાજરાપોળ ક્રોસ રોડ પર પાયલ શાહનો રેટ્રો શો, એલડી એન્જિ. કોલેજ પાસે ઐતિહાસક સ્થળોને એલઈડી પર દર્શાવતો શો, દાદા સાહેબના પગલા પાસે ઓજસ રાવલનો કોમેડી શો, સ્વસ્તિક ચાર રસ્તા પાસે સીએસઆર એક્ટીવીટી, નવરંગપુરા ખાતે ઈન્ડિયન ક્લાસિકલ બેન્ડ શો અને બાટાશો રૂમ, આશ્રમ રોડ ખાતે ડીજેની ધૂમ મચાવવામાં આવશે.
રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસ દ્વારા આ દોડમાં ભાગ લેનારાઓ કે જેઓ દૌડ પુરી કરે છે તેમને ઈવેન્ટ પુર્ણ થયાના 72 કલાકની અંદર સર્ટીફીકેટ આપવામાં આવશે. પોલીસનું માનવું છે કે સ્વાસ્થ્યની કાળજી રાખવી અને તેની સંભાળ લેવી તે વધુ એડવેન્ચરસ બને છે ન કે ડ્રગ એડિક્ટ બનવું તેથી જ આ દોડનું નામ થ્રીલ એડિક્ટ રાખવામાં આવ્યું છે અહીં થ્રીલ ફિટનેશ અને તેને લગતા એડવેન્ચરની વાત દર્શાવે છે. આ દોડમાં જો આપ પણ ભાગ લેવા માગો છો તો આપે તે માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આપ અહીં દર્શાવેલ લીંક પર આપ વધુ વિગતો મેળવી શકશો (https://www.townscript.com/e/thrill-addict-night-half-marathon-132344). કોઈપણ સવાલ માટે આપ 9898343295 પર સંપર્ક કરી શકો છો અથવા askhappyteam@gmail.com પર મેઈલ પણ કરી શકો છો. સાથે જ ઉપર દર્શાવેલી તસવીરમાં ક્યૂઆર કોડ સ્કેન કરીને પણ રજિસ્ટ્રેશન ફોર્મ મેળવી શકો છો જે ઓનલાઈન ભરવાનું રહેશે.
કેટલા રૂપિયાના ઈનામોની છે જાહેરાત?
ઈનામની વાત કરીએ તો 10 કિલોમીટર ઓપન કેટેગરીમાં 18થી 29 વર્ષની વયના પુરુષ અને મહિલાઓમાં અલગ અલગ રીતે પ્રથમને રૂ. 40,000, દ્વિતિયને રૂ, 30,000 અને તૃત્યને રૂ. 15,000 મળશે. આવી જ રીતે 30થી 45 વર્ષની વયના રનરને પુરુષ અને મહિલાઓમાં અલગ અલગ રીતે પ્રથમને 30,000 રૂપિયા, દ્વિતિયને 20,000 અને તૃત્યને 10,000 મળશે. 46થી 60 વર્ષની ઉંમરના રનરને પ્રથમમાં 25,000 રૂપિયા, દ્વિતિયને 15,000 રૂપિયા અને તૃત્યને 10,000 ઈનામ મળશે.
હવે વાત કરીએ 21 કિલોમીટર દોડની તો તેમાં 21 કિલોમીટર ઓપન કેટેગરીમાં 18થી 29 વર્ષના પુરુષ અને મહિલાઓમાં અલગ અલગ રીતે પ્રથમને 60,000 રૂપિયા, દ્વિતિયને 40,000 અને તૃત્યને 20,000 રૂપિયા ઈનામ મળશે. તે જ દોડમાં 30થી 45 વર્ષની વયજુથના લોકોમાં પ્રથમ આવનારને 50,000, દ્વિતિયને 30,000 અને તૃત્યને 20,000 મળશે અને 46થી 60 વર્ષના રનર્સમાં પ્રથમ આવનારને 30,000, દ્વિતિય આવનારને 20,000 અને તૃત્ય આવનારને 15,000 રૂપિયા ઈનામ મળશે.








