Friday, June 12, 2026
HomeGeneralઓઢવમાં પોતાના જ પરિવારના 4 લોકોની હત્યા કરીને ઘરનો મોભી ફરાર

ઓઢવમાં પોતાના જ પરિવારના 4 લોકોની હત્યા કરીને ઘરનો મોભી ફરાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા છેલ્લા ઘણા સમયથી જે રીતે હત્યાઓના બનાવ બની રહ્યા છે તે જોતાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, અપરાધીઓને પોલીસની કોઈ બીક રહી ન હોય તેમ હત્યા અને લૂંટફાટ થઈ રહી છે. ગઈ કાલે રાતે અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં એક જ પરિવારના 4 વ્યક્તિઓની હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓએ અને પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.



પ્રાથમિક જાણકારી મુજબ આ ઘટના ગઈ કાલે સાંજના સમયે ઘટી હતી, જેમાં એક જ પરિવારના 4 સભ્યોની ઘરના મોભી જ હત્યા કરી હોય તેવું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે અને તેની શોધખોળ કરી રહી છે. હત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી જાની શકાયું નથી. હત્યારની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં જ હત્યાનું કારણ જાણવા મળશે તેવું પોલીસે જણાવ્યુ હતું.

ઓઢવના વિરતનગર વિસ્તારમાં દિવ્ય પ્રભા સોસાયટીમાં રહેતા વિનોદ નામના વ્યક્તિએ પ્તનાજ પરિબવારના ચાર સભ્યોની હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો. વિનોદે પત્ની, દીકરી, દીકરો અને સાસુની ઘાતકી હત્યા કરીને ભાગી ગયો હતો. આ પરિવાર 15 દિવ્બ્સ પહેલા જ નિકોલથી ઓઢવમાં રહેવા આવ્યો હતો. ઘરના અલગ લગ રૂમમાંથી ચાર મૃતદેહ મળ્યા હતા. પ્રાથમિક રીતે એવું લાગતું હતું કે પરિવારના સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હોય, પરંતુ પોલીસે જ્યારે મૃતદેહની ચકાસણી કરી ત્યારે ચારેય મૃતદેહ ઉપર ઘા વાગ્યા હોવાના નિશાન હતા જેના કારણે તેમની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.



ઓઢવ પોલીસના જણાવ્યુ હતું કે, અત્યારે પરિસ્થિતી જોતાં લાગી રહ્યું છે કે આ હત્યાનો બનાવ છે. અમને કેટલીક કડીઓ પણ મળી છે જેના કારણે અમે જલદીથી આ ગુનો ડિટેક્ટ કરી લઈશું. મૃતદેહની ઓળખ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા અત્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મિક્લ્વમાં આવ્યા છે. પોલીસે અત્યારે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ આરોપીની તમામ પ્રાથમિક માહિતી મેળવી રહી છે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular