Sunday, April 26, 2026
HomeGujaratશું જમાનો છે ! અમદાવાદમાં પોતાની જ પત્નીના સોશિયલ મિડયાનો પાસવર્ડ ચેન્જ...

શું જમાનો છે ! અમદાવાદમાં પોતાની જ પત્નીના સોશિયલ મિડયાનો પાસવર્ડ ચેન્જ કરીને એકાઉન્ટમાં ફોટા સાથે બીભત્સ લખાણ લખ્યું

- Advertisement -

નવજીવન ન્યુઝ.અમદાવાદ: અમદાવાદમાં એક અજીબો ગરબી કિસ્સો સામે આવ્યો છે. પતિએ પોતાની જ પત્નીના સોશિયલ મિડયા પર પત્નીના ફોટા મૂકીને અસ્લીલ રીતે દર્શાવી પત્નીને મેસેજ કરીને બીભત્સ ગાળો આપતા મેસેજ કરતાં પતિની અમદાવાદ સાઇબર ક્રાઇમએ ધરપકડ કરી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નવરંગપુરા વિસ્તારની મહિલાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી કે ગત 3 જાન્યુઆરીએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આઈ.ડી. પાસવર્ડનું એક્સેસ મેળવી મહિલાના એકાઉન્ટમાં મહિલાના ફોટો ઉપલોડ કરીને અસ્લીલ લખાણ કરી મહિલાની બદનામી કરવાની કોશિશ કરી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.પટેલે કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાની ફરિયાદની આધારે ટેકનિકલ એનાલીસીસ કરતાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટનું એક્સેસ મેળવનાર વ્યક્તિ અમરેલીમાં હોવાનું જાણવા મળ્યું હતું. સાઇબર ક્રાઇમના પોલીસકર્મી અમરેલી જઈ આરોપી વસંત ભીમજીભાઈ સાવલીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી વસંત ફરિયાદી યુવતીનો પતિ હતો. પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં વાતચીત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. જેથી તેના પતિએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો પાસવર્ડ ચેન્જ કરીને ફોટો અપલોડ કરી બીભત્સ લખાણ કર્યું હોવાની કબૂલાત કરી હતી.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular