પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે નહીં તેનો વિવાદ 1960થી ચાલે છે. ગુજરાત રાજ્યની સ્થાપના પછી ગુજરાતના શાસનકર્તાએ દારૂબંધી સ્વીકારી. જો કે તેનો અમલ કેટલો અસરકારક થયો છે તે અલગ મુદ્દો છે, પરંતુ ગુજરાતમાં અનેકોની જીંદગીના દારૂના કારણે ફનાફાતીયા થઈ ગયા તે પણ એટલુ જ સત્ય છે. ગુજરાતમાં વ્યસન મુકિત માટે ગુજરાત નશાબંધી મંડળ છેલ્લાં 60 વર્ષથી કામ કરે છે.
અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલી નશાબંધી મંડળની કચેરીમાં સરદાર પટેલ વ્યસન મુકિત અને પુનસ્થાપન કેન્દ્ર ચાલે છે. આ હોસ્પિટલમાં જેઓ સ્વૈચ્છાએ વ્યસન છોડવા માગે છે તેઓ લોકોને અંદરના દર્દી તરીકે ભરતી કરી સારવાર અને સલાહ આપવામાં આવે છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા સીંકદરની સ્થિતિ પણ કઈક આવી હતી, દેશી દારૂના રવાડે તેણે જાતે પોતાની જીંદગીની બરબાદીના આરે લાવી દીધી હતી. આખરે થાકી વ્યસન મુકિત કેન્દ્રમાં આવ્યો અને દિવસોની સારવાર પછી તે બંધનમાંથી મુકત થયો સીંકદરની જીંદગી ફરી પાટે ચઢે તે માટે પ્રોજેકટ કોર્ડીનેટર પ્રફુલ નાયકે ખુબ મહેનત કરી હતી, પણ સીંકદરના જીવનમાં શુ બન્યુ તેનો વિડીયો જુઓ.
સીંકદરે કહ્યુ દારૂના કારણે મારી જીંદગી એવા મોડ ઉપર આવી ગઈ કે હું હારી ગયો ગયો હતો#ahmedabad #navajivannews pic.twitter.com/uubPFR4Jlr
— Navajivan News (@NavajivanNews) February 16, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












