Friday, September 22, 2023
HomeGujaratશાકભાજીનો વેપારી રાહુલ ગાંધીનો પીએ બની આવું કરવા ગયોને વડોદરા પોલીસે દબોચી...

શાકભાજીનો વેપારી રાહુલ ગાંધીનો પીએ બની આવું કરવા ગયોને વડોદરા પોલીસે દબોચી લીધો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં જ નેતાઓએ ટિકિટ માટે લોબિંગ શરૂ કર્યા હતા. ચૂંટણી (Gujarat Election 2022) જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષ દ્વારા એકાએક ઉમેદવારોના નામ (Candidate List) જાહેર કર્યા હતા. જોકે ઉમેદવારોના લીસ્ટ જાહેર થાય તે પહેલા નેતાઓએ ટિકિટ મેળવવા તમામ મહેનત કરી રહ્યા હતા. આ નેતાઓની ટિકિટની લાલસાનો ફાયદો લેવા અને નેતાઓને છેતરવા ઠગ ટોળકી સક્રીય થઈ હતી. ઉપરાંત વડોદરામાં કેટલાક નેતાઓને રાહુલ ગાંધીનો PA હોવાની ખોટી ઓળખાણ આપીને રૂપિયાની માગણી કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત થયા પહેલા વડોદરાના બે કોંગ્રેસના નેતાઓને મેસેજ અને વોટ્સ એપ કોલ મારફતે રાહુલ ગાંધીના PAની ઓળખાણ આપીને છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વર્ષ 1996માં વડોદરાની લોકસભા ચૂંટણીમાં વિજેતા બનેલા કોંગ્રેસના ઉપપ્રમુખ સત્યજીત ગાયકવાડને આગામી વિધાનસભા ચૂંટણીમાં વડોદરા જિલ્લાની ઘાટલોડિયા બેઠકના દાવેદાર અને રાવપુરા બેઠકના દાવેદાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને ઠગ ટોળકીએ ચૂંટણીની ટિકિટના બહાને છેતરવાનો પ્રયત્ન કર્યો હતો. બંને નેતાઓને વોટ્સ એપ પર કોલ આવ્યો હતો. જેમાં ફોન કરનારે કહ્યું હતું કે, હું કનિષ્કસિંગ છું. રાહુલજીના સીક્રેટ ઓબ્ઝર્વરની ટીમ વડોદરા આવે છે. તમારે વાઘોડિયા વિધાનસભાની ટિકિટમાં રસ હોય તો ટીમ માટે હોટલની વ્યવસ્થા કરવા રૂપિયા ટ્રાન્સફર કરી આપશો. ઉપરાંત ઠગે ટિકિટ માટે બીજા રૂપિયા પણ આપવા પડશે તેમ જણાવ્યું હતું.

- Advertisement -

બાદ ભેજાબાજે મોરેશિયસની બેન્કનો એકાઉન્ટ નંબર પણ મોકલ્યો હતો. બંને નેતાઓને ફોન કરનાર કોઈ ઠગ હોવાનો ખ્યાલ આવી ગયો હતો. આ બાબતે ચંન્દ્રકાન્ત શ્રીવાસ્તવે વડોદરા સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી હતી. જે આધારે પોલીસે તપાસ હાથ ધરતા મેસેજ અને કોલ કરનારનું લોકેશન અમૃતસર હોવાનું સામે આવ્યું હતું, જેથી વડોદરા સાયબર ક્રાઈમના પોલીસ ઈન્સપેક્ટર બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સપેક્ટર રાખોલીયા અને તેમની ટીમ અમૃતસર જવા રવાના થઈ હતી. જ્યાં ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે રાહુલ ગાંધીના PA ની ખોટી ઓળખ આપનારો રજતકુમાર મદાનને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, રાહુલ ગાંધીના પીએની ઓળખ આપનારો રજતકુમાર 4 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, સાથે જ શાકભાજીનો હોલસેલ વેપારી છે. જેણે નેતાઓને ટિકિટની લાલચ આપીને રૂપિયા પડાવી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતો. આ પ્રકારે બીજા પણ બેન્ક એકાઉન્ટ ખોલીને રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેના બદલામાં તેને કમિશન મળતુ હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular