Monday, June 29, 2026
HomeGeneralઅમદાવાદ: જમાલપુર પેટ્રોલ પંપ પર ભીષણ ધડાકા સાથે આગ, ટેન્કરના બે ફાડા,...

અમદાવાદ: જમાલપુર પેટ્રોલ પંપ પર ભીષણ ધડાકા સાથે આગ, ટેન્કરના બે ફાડા, 1 કિમી સુધી અવાજ સંભળાયો

- Advertisement -

જયંત દાફડા(નવજીવન ન્યૂઝ. અમદાવાદ):: અમદાવાદમાં જમાલપુર ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ પર રાત્રે 8:30 કલાકે આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે બનાવ સ્થળે ભાગદોડ મચી ગઈ હતી. જો કે ફાયરકર્મીના કારણે મોટી જાનહાનિ થતાં ટળી ગઈ છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, જમાલપુર પેટ્રોલ પંપ પર રાત્રિના સમયે આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જો કે પેટ્રોલ પંપની નજીક શાકમાર્કેટ ભરાતી હોવાના કારણે અનેક લોકો પેટ્રોલ પંપની નજીક હતા. આગનો બનાવ બનતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ભીષણ વિસ્ફોરના કારણે પેટ્રોલનું ટેન્કર બે ભાગમાં વહેચાઈ ગયું હતું.

પેટ્રોલ પંપ આગ લગતા પહેલા ભીષણ ધડાકો થયો હતો. જો કે આ ધડાકો એક કિમી સુધી સંભળાયો હતો. આ ધડાકાના કારણે પેટ્રોલ પંપની સામે આવેલા ફાયર સ્ટેશનના કર્મચારીઓ ફાયરનો કોલ મળતા પહેલા જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.



ફાયર અધિકારીના જણાવ્યા અનુસાર, જમાલપુર સ્થિત ઈન્ડિયન પેટ્રોલ પંપ પર 12 હજાર લિટરની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પેટ્રોલના ટેન્કરમાંથી પેટ્રોલ નાખવાની કાર્યવાહી ચાલુ હતી. તે દરમિયાન એક્સનલર એગનિશન સોર્સ મળવાના કારણે આગ લાગી તેવું લાગી રહ્યું છે. આ બનાવમાં ફાયરકર્મીની ત્વરિત કામગીરીના કારણે મોટી જાનહાનિ થતાં ટળી છે. આગના કારણે ટેન્કર બે ભાગમાં વહેચાઈ ગયું છે. હજુ પણ ટેન્કરની અંદર લગભગ 4 હજાર લિટર જેટલું પેટ્રોલ છે. તેને સિફ્ટ કરવાની કમિગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -

વધુમાં જણાવ્યુ કે પેટ્રોલ પંપ પર 10 જેટલા ફાયર સેફ્ટીના સાધનો હોય પણ આવા કેસમાં 50 ફાયર સેફ્ટીના સાધનો હોય તો પણ ઓછા પડે, આ મેજર ફાયરની વાત છે, આગનો ભડકો જોઈને કંટ્રોલ રૂમના ઓર્ડરની રાહ જોયા વગર ફાયરનાકર્મીઓએ બચાવ કામગીરી કરી હતી. જે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે અને મોટી દુર્ઘટના બનતા ટળી છે. ફાયરના ત્રણ અલગ-અલગ ગાડીઓ હાલ સ્થળ પર હજાર છે અને કુલિંગ પ્રોસેસ ચાલી રહી છે.






- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular