નવજીવન. સુરત: સુરત જીલ્લાના કામરેજ તાલુકાના કામરેજ ગામ ખાતેની નીલકંઠ સોસાયટી મ. નં ૩૮ માં રહેતા ગીતાબેન નરસિંહભાઇ રાશમિયા ઉ.વ.૫૧ નાંંપતિ ગુજરી ગયા બાદ પુત્ર મયંક ઉ.વ ૨૬ સાથે રહે છે. ગીતાબેન વષઁ ૨૦૧૪માંં અમેરિકા અને ત્યારબાદ જુદાજુદા દેશોમાંં વિઝીટર વિઝાથી આવ જા કરે છેે. તેઓ ૨૦૧૨માંં અમદાવાદ રહી નરસિંહ દાદાની ઓફિસમાં પર્સનલ આસિસ્ટન્ટ તરીકેે નોકરી કરતા હતા, ત્યારેે મેમનગરમાં રહેતી પારૂલબેન રાજેન્દ્રભાઈ રાઠોડ નામની અવારનવાર ત્યાંં આવતી મહિલા સાથેે પરિચય થયો હતો અનેે બાદમાંં મોબાઇલ ફોન પર વાતચીત થતી હતી. દરમ્યાન પારૂલે ફોન પર મારા પતિ બિઝનેશ વિઝાનું કામ કરે છે તમારે કંઇ કામ હોય તો જણાવજો ની વાત કરેલી જેથી ગીતાબેને તેમનું અનેે પુત્ર મયંકનાંં બિઝનેશ ગ્રીન કાડૅ કઢાવવાની વાત કરી હતી. જેથી પારૂલે મારોં પાન કાડૅ આધારકાડૅ પતિનું મરણનુંં પમાણપત્ર પાસપોટઁની નકલ તથાં બેંક સ્ટેટમેન્ટનીે નકલ મંગાવતાં દિપક શાહનાં મોબાઇલ પર વોટસ અપથી ડોક્યુંમેન્ટસ મોકલાવ્યાં હતાં અનેે દિપક શાહે વીઝા અંગેની વિગત તથા તેમની એલીમેન્ટસ કંપનીનો લાેગો તથા એડ્રેસ મોકલાવ્યા હતા. અનેે કહેલું કે કુલે ૫૫૦૦૦૦૦ નો ખર્ચ થશે જેમાથી અડધા એડવાન્સ આપવાં પડશેે બાકીનાંં અમેરિકાં પહોંચ્યા બાદ આપવાની વાત કરી હતી.
જે મુજબ તા.ગીતાબેનના પુત્ર મયંકે રાજકોટની એસ.બી.આઇ એન.આર.આઇ બ્રાન્ચમાં આઇ.એમ.પી.એસથી તા ૧૧.૧૦.૨૦૨૧ ના ૧૦૦૦ રૂપિયા મોકલી ખાત્રી થતાં બીજા ૯૯૦૦૦ રૂપિયા એની.ટી.એફથી તથા તા.૧૩ા૧૦ા૨૧ના ૯૦૦૪૭૨૦ રૂપિયા તા ૨૮ા૧૦ા૨૧ ના ૧૦૦૦૦૦૦ રૂપિયા રોકડાં આપ્યા હતાં. તેની સિક્યુરીટી પેટે દિપકશાહેે ફેડરલ બેંક મુંબઇની ફોટઁ બાંચનો ૨૦ લાખનો ચેક આપ્યો હતો અને દિપક શાહે તા.૨૫.૧૨.૨૧ નાં ચેન્નાઇથી અમેરિકા જવાનું છેની વાત કરી હતી. ત્યાર બાદ ગીતાબેનેે વોટસ અપ કોલ કરી ક્યારેે જવાનું છે પુછતા હમણાં નાતાલ વેકેશન છે જાન્યુઆરી એન્ડમાં થઇ જશે ત્યારબાદ તા.૨૧ા૧ા૨૨ થી ફોન બંધ થઇં ગયો હતો.
બાદમાં પારૂલનેે ફોન કરતાં દિપકભાઇ દિલ્લી ગયા છે મારા સંપર્કમાં નથી ફેબુઆરી એન્ડમાં થઇ જશે. આમ બંને પતિ પત્નિ અવારનવાર ફોન કરવા છતાં બહાના બતાવતા હતા. જે થી તા. ૨ા૨ા૨૨નાં કામરેજ પોલીસ મથકે દિપક નરસિંહદાસ શાહ તથા પારૂલ રાજેન્દ્ર રાઠોડ બંને રહે. ૪૧, ૪૨ કમલ સોસાયટી સ્વામિનારાયણ બંગ્લોઝ પાસે મેમનગર અમદાવાદ સામેે ઠગાઇ છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના સંદર્ભે તલસ્પર્શી તપાસ કરી પોલીસે દિપક શાહને પકડી પાડી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












