નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદની સાંતેજ ચોકડી ખાતે આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગતા ભારે જેહમત પછી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આગ એટલી ભયાનક હતી કે તેની હીટને કરણે માણસનું નજીક જવું જોખમ ભર્યુ હતુ. જેણે કરણે આ આગને કાબુમાં કરવા એક રોબોટની મદદ લેવાઈ હતી.
રોબોટ ટેકનોલોજીનો કદાચ આ જ ફાયદો છે કે જેમાં માનવીય જીવનના જોખમો અટકાવવામાં મદદ મળી શકે. બાકી માનવીય જીવનની સરળતા માટે બનાવાયેલા રોબોટ બેરોજગારી વધારવાના પણ કારણો બને છે. અમદાવાદમાં આજે આવા જ જોખમ ઘટાડતા રોબોના ઉપયોગથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. ફાયર વિભાગના અધિકારી કૈઝાદ દસ્તુર અને ભુમિત મિસ્ત્રી પણ ત્યાં દોડી આવ્યા હતા. તેમણે કહ્યું કે, સાંતેજ ચોકડી પાસે આવેલી રઝી નોવા કેમિકલ કપનીમાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવાયો છે. 15 થી વધારે ફાયરફાઈટર વાહનો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. હાલમાં કુલિંગની કામગીરી ચાલી રહેલી છે. આ ઘટનામાં કોઈ જાન હાનિ કે ઇજા નથી તેવું માલિક જણાવે છે. આગની હીટ એટલી હતી કે આગ પર કાબુ મેળવવા ફાયર રોબોટનો પણ ઉપયોગ કરાયો હતો. હાલ પરીસ્થિતિ કાબુમાં છે.
અમદાવાદ: કંપનીમાં લાગેલી આગની હીટને ધ્યાનમાં રાખી ફાયર રોબોટની મદદ લેવાઈ pic.twitter.com/5daAUFbAeO
— Navajivan News (@NavajivanNews) February 27, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












