Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં કોર્ટ સુપ્રિટેન્ડન્ટ પર કૂતરાનો હુમલો: પોલીસ, AMC અને SRP દોડી, જર્મન...

અમદાવાદમાં કોર્ટ સુપ્રિટેન્ડન્ટ પર કૂતરાનો હુમલો: પોલીસ, AMC અને SRP દોડી, જર્મન શેફર્ડ શેલ્ટર હોમમાં ખસેડાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : કૂતરાએ હુમલો કર્યો હોવાના બનાવો સમયાંતરે બનતા રહે છે. આવી જ એક ઘટનામાં અમદાવાદની નારોલ પોલીસે મહિના બાદ ફરિયાદ નોંધતા અમદાવાદ મ્યુનિસિપલ કૉપોરેશનનો સી.એન.સી.ડી. વિભાગ દોડતો થઈ ગયો છે. ડૉગ એટેક (Dog Attack) નો ભોગ બનનાર વ્યક્તિ અમદાવાદ ગ્રામ્ય ડીસ્ટ્રીક્ટ કોર્ટના સુપ્રિટેન્ડન્ટ છે. AMC એ માલિક પાસેથી જર્મન શેફર્ડ ડૉગનો કબજો મેળવી લઈ તેને શેલ્ટર હાઉસમાં ખસેડ્યું છે.

શ્વાનના હુમલા બાદ માલિકે કર્યો હુમલો

- Advertisement -

કોર્ટ સુપ્રિટેન્ડન્ટ સુનિલભાઈ લબાના નારોલ શાહવાડી મધ્યમવર્ગ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. ગત 1 માર્ચના રોજ સુનિલભાઈ બપોરે ચારેક વાગે તેમના ઘરેથી બાજુમાં રહેતા ભાઈના ઘરે જતા હતા. આ સમયે સોસાયટીમાં રહેતા વિજય પારેખનું પાલતુ શ્વાન સુનિલભાઈ સામે ભસવા લાગ્યું અને ત્યારબાદ હુમલો કરીને તેમને પાડી દીધા. સુનિલભાઈએ બૂમાબૂમ કરતા વિજય પારેખ દોડી આવ્યા હતા અને કૂતરાના હુમલાથી બચાવ્યા હતા. “આવા કૂતરાને છુટ્ટા કેમ મુકો છો” તેમ કહેતા સુનિલભાઈએ ગાળાગાળી શરૂ કરી ગડદાપાટુનો માર માર્યો હતો.

પોલીસને ફરિયાદના બદલે અરજી આપી

કૂતરાનો હુમલો અને તે પછી શ્વાન માલિકે કરેલી મારામારીને લઈને સુનિલભાઈ ફરિયાદ કરવા નારોલ પોલીસ સ્ટેશન જતા હતા. આ સમયે ટુ વ્હીલર લઈને આવેલા વિજય પારેખે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાને લઈ સુનિલભાઈએ Narol Police ને અરજી આપી હતી. અરજી આપ્યાના બે દિવસ બાદ ફરીથી ગાડી હટાવવાના મુદ્દે ઘર ખખડાવી ગાળો બોલી ધમકી આપી ઝઘડો કર્યો હતો.

- Advertisement -

FIR બાદ મ્યુનિ. કૉર્પોરેશન હરકતમાં આવ્યું

કોર્ટ સુપ્રિટેન્ડન્ટની પોલીસ ફરિયાદ નોંધાતાની સાથે AMC નો સી.એન.સી.ડી. વિભાગ હરકતમાં આવી ગયો. એસ.આર.પી., નારોલ પોલીસ અને વેટરનિટી ડૉક્ટર સહિતની ટીમ ડૉગ માલિકના ઘરે પહોંચી હતી. પેટ ડૉગનું રજિસ્ટ્રેશન નહીં કરાયું હોવાથી 2 હજાર રૂપિયાની સ્થળ પર ફી વસૂલીને નોંધણી કરાવડાવી હતી. વિજય પારેખના પેટ ડૉગનો સીએનસીડી વિભાગની ટીમે કબજો મેળવી તેને શેલ્ટર હાઉસમાં ખસેડ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular